સંતને ગાડીમાં ફરવાની શું જરૂર છે, બેટા તને માળા પહેરાવી દવ, સાવધાન, આ ટકા કરી નાખે, તમારી ઘરે જ છે માં

મારી પાસે મહિનાના કરોડો રૂપિયા આવે, પણ આ કરાય નહિ, આ ધંધો છે, મણિધર બાપુએ જુઓ શું શું કહ્યું

કબરાઉમાં આવેલા મોગલધામનું એક આગવું મહત્વ છે. રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે જતા હોય છે. કબરાઉ મોગલ ધામની ગાદી પર બેઠેલા મણિધર બાપુના વીડિયો પણ અનેકવાર વાયરલ થતા હોય છે. ત્યારે વધુ એક વીડિયો તેમનો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ આઇશ્રી મોગલની બાધા કેવી રીતે લેવાય તે જણાવી રહ્યા છે.

વીડિયોમાં તે કહે છે કે સંતને ગાડીમાં ફરવાની શું જરૂર છે, સંતનો સ્વભાવ જનેતા જેવો હોય. તે ભક્તોને કહે છે કે તમારા ઘરે જ છે માં, જો વિશ્વાસ રાખો તો. એવી ટેક લેવાની કે જો માં મારુ આ કામ થઇ જશે તો કોઇ ગરીબ ઘરની દીકરીને જમાડીશ. મણિધર બાપુ કહે છે કે જો હું એક રૂપિયો પણ લઇશ તો મારુ અહીં જ મૃત્યુ થશે.

મને દક્ષિણ દિશામાં બેસાડ્યો, કાળનો કાળ બેઠો છે અહીં. રૂપિયો લઉં એ દિવસે મારુ મૃત્યુ છે સમજી લેજો. મણિધર બાપુ કહે છે કે હું અંધશ્રદ્ધાનો વિરોધી છું. મણિધર બાપુ કહે છે કે મહિનાના લાખો, કરોડો નહિ પણ ખરબો રૂપિયા આવે છે, આમ તો અહીં પેટી મૂકાય પણ ના મૂકાય કેમ કે એને ધંધો કહેવાય. જે મૂકતા હોય એને મુબારક છે પણ પેટી ના મૂકાય.

Shah Jina