3 અભિનેત્રીઓની મોત બાદ વધુ એક અભિનેત્રીએ કરી આત્મહત્યા, 18 વર્ષની ઉંમરે ઘરમાં પંખા સાથે લટકેલી મળી લાશ

દુઃખદ સમાચાર: વધુ એક અભિનેત્રીનું થયું નિધન…દાદીએ 18 વર્ષની પૌત્રીનો મૃતદેહ પંખા પરથી ઉતાર્યો

છેલ્લા કેટલાક સમયથી ઇન્ડસ્ટ્રીમાંથી અનેક મોતના સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાંથી હાલમાં જ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જ્યાં 3 અભિનેત્રીઓના રહસ્યમય મોતનો ભેદ હજુ ઉકેલાયો ન હતો ત્યાં વધુ એક દુઃખદ કિસ્સો સામે આવ્યો છે. કોલકાતાના કસ્બા વિસ્તારમાં ઉભરતી મોડસ સરસ્વતી દાસની લાશ ફાંસીથી લટકતી મળી આવી હતી. પોલીસે સરસ્વતી દાસના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. મેકઅપ આર્ટિસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સરસ્વતી દાસ મોડલિંગમાં પણ હાથ અજમાવી રહી હતી.

રવિવાર 29 મેના રોજ સરસ્વતીની મામીએ પોલીસને ફોન કર્યો અને જણાવ્યું કે તેમની ભાણીની લાશ પંખા સાથે લટકતી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને તપાસમાં ખબર પડી કે મૃતદેહને તેની નાનીએ નીચે ઉતાર્યો હતો અને પછી પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ સરસ્વતીને મૃત જાહેર કરી હતી. રિપોર્ટ અનુસાર સરસ્વતી તેની નાની સાથે બેડરૂમમાં સૂવા ગઈ હતી, પરંતુ બપોરે 1:30 વાગ્યાની આસપાસ દાદીને રૂમમાં સરસ્વતી મળી ન હતી. જ્યારે તેઓ તેને જોવા માટે બીજા રૂમમાં ગયા ત્યારે તેમણે સરસ્વતીને ફાંસી ખાધેલી હાલતમાં જોઇ હતી.

સરસ્વતીએ દુપટ્ટા વડે ફાંસી ખાધી હતી. ધોરણ 10 પછી તેણે અભ્યાસ છોડી દીધો હતો. પરિવારની ચિંતા કરતી સરસ્વતીએ શરૂઆતમાં ઘરનો ખર્ચ ચલાવવા બાળકોને ટ્યુશન ભણાવ્યા. જે બાદ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો. કહેવામાં આવી રહ્યું છે કે સરસ્વતી દાસ પોતાના સંબંધોને લઈને ડિપ્રેશનમાં હતી. જો કે, તેના મોત પાછળનું કારણ શું છે તે હજુ સુધી સામે આવ્યુ નથી. પોલીસની પ્રારંભિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તે છેલ્લા 17 વર્ષથી માતા આરતી દાસ સાથે તેના નાનાના ઘરે રહેતી હતી.

બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મે મહિનો ઘણો ખરાબ સાબિત થયો. આ મહિને ત્રણ બંગાળી અભિનેત્રીઓનું રહસ્યમય રીતે મોત થયું હતું. બંગાળી અભિનેત્રી પલ્લવી ડેના મોત પછી મોડલ અને અભિનેત્રી બિદિશા ડે મજૂમદારનું મોત થયુ હતુ અને તે બાદ મંજૂષાના મોતના સમાચાર સામે આવ્યા હતા. મંજુષા અને બિદિશા વચ્ચે ગાઢ મિત્રતા હતી. ત્યાં, મંજુષાની માતાએ જણાવ્યું કે બિદિશાના મૃત્યુ પછી તેમની પુત્રી મંજુષા ખૂબ જ તણાવમાં હતી.

Shah Jina