નવા નવા બોયફ્રેન્ડ સાથે ગોવામાં જલસા કરી રહી છે રણબીર કપૂરની હિરોઈન મિનિષા, જુઓ મજેદાર PHOTOS

લગ્ન 5 વર્ષ પણ ન ટકી શક્યા, હવે શોધી લીધો નવો બોયફ્રેન્ડ- 7 PHOTOS જોઈને કહેશો જિંદગી હોય તો આવી

ફિલ્મ “બચના એ હસીનો”ની અભિનેત્રીએ મિનિષા લાંબા તેની ફિલ્મો કરતા વધારે પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. મિનિષાએ વર્ષ 2015માં હોટલ વ્યવસાયી રયાન થામ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન 5 વર્ષ પણ ન ટકી શક્યા અને ઓગસ્ટ 2020માં કપલના છૂટાછેડા થઇ ગયા હતા.

મિનિષાના લગ્ન તૂટે વર્ષ પણ નથી થયુ અને હવે તેને તેનો પ્રેમ મળી ગયો છે. મિનિષાએ પોતે એક ઇન્ટરવ્યુમાં તેના મિસ્ટર રાઇટને લઇને ખુલાસો કર્યો હતો. રયાનને તલાક આપ્યા બાદથી જ મિનિષા આકાશ મલિક નામના વ્યક્તિને ડેટ કરી રહી છે.

આકાશ અને મિનિષા પહેલીવાર 2019માં એક પોકર ચેંપિયનશિપ ઇવેન્ટમાં મળ્યા હતા. મિનિષા અનુસાર, મને મારો પ્રેમ મળી ગયો છે અને હાલ હું એક પ્રેમાળ વ્યક્તિ સાથે ખુશહાલ સંબંધમાં છું.

મિનિષા અને આકાશ શરૂઆતમાં માત્ર મિત્રો જ હતા, તેઓ શરૂઆતમાં એકબીજાને ફોન પણ કરતા ન હતા. બંનેની પહેલી મુલાકાત 17-18 મહિના પહેલા થઇ હતી. થોડી ઘણી વાતચીત બાદ તે બંને એકબીજા સાથે જોડાવા લાગ્યા અને હવે તેઓ બંને એકબીજાના પ્રેમમાં પાગલ છે.

આ સમયે મિનિષા અને આકાશ બંને ગોવામાં વેકેશન મનાવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, આકાશ દિલ્લીના એક બિઝનેસમેન છે. મનિષા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીર શેર કરતી રહે છે.

મિનિષાએ ગોવા વેકેશની ઘણી તસવીરો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી. તેના વર્કફ્રંટની વાત કરીએ તો તે છેલ્લે વર્ષ 2017માં રીલિઝ થયેલ ફિલ્મ “ભૂમિ”માં જોવા મળી હતી. વર્ષ 2014માં મિનિષા ટીવી રિયાલિટી શો “બિગબોસ “ની કંટેસ્ટેંટ પણ રહી ચૂકી છે.

Shah Jina