આ સેન્ડવિચવાળો મહિને કમાય છે અધધધધધ લાખ રૂપિયા…વીડિયો જોઇ પ્રાઇવેટ નોકરી વાળા પણ અનુભવશે શરમ

રસ્તા કિનારે સેન્ડવિચની દુકાન લગાવનાર વ્યક્તિએ ખોલ્યો પ્રોફિટનો રાઝ, હર મહિને કમાય છે લાખો રૂપિયા !

આજના સમયમાં એકબાજુ જ્યાં ઘણા લોકો હેલ્થને લઇને જાગરૂક થઇ રહ્યા છે અને ફાસ્ટ ફૂડને ત્યાગી રહ્યા છે, ત્યાં બીજી બાજુ વધુ એક મોટી આબાદી આજે પણ ફાસ્ટ ફૂડની દીવાની છે અને રસ્તા કિનારે મળનાર ખાવાને ઘણા ચાવથી ખાય છે. એવામાં સ્ટ્રીટ ફોડ વેંડર્સની કમાણી વધી રહી છે. બધાને લાગે છે કે, આ વેંડર ગરીબ છે, તેમની પાસે પૈસા નથી. પણ હાલમાં રસ્તા કિનારે એક સેન્ડવિચ વેચનાર વ્યક્તિએ તેની કમાણીને લઇને મોટો ખુલાસો કર્યો છે, જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ યુઝર શ્રેય બખાઇ જે એક યૂટયૂબર અને બ્લોગર છે, તેણે કેટલાક સમય પહેલા જ એક લખપતિ સેન્ડવિચવાળાનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જે ઘણો વાયરલ થઇ રહ્યો છે. મેટ્રો સિટીમાં જ્યાં લોકો પાસે રોકાવાનો સમય નથી, ત્યાં સમયના અભાવે લોકો ઘરોમાં પણ ખાવાનું નથી બનાવતા, એવામાં તેમને ફાસ્ટ ફૂડ અને સ્ટ્રીટ ફૂડ પસંદ આવે છે. હવે એક વાત તો છે કે સ્ટ્રી ફૂડ વેંડર ખાવાનું એટલું શુદ્ધતાથી નથી બનાવી શકતા જેટલું લોકો ઘરે બનાવે છે. એવામાં તમારુ વજન વધતુ જાય છે

અને બહારનું વધારે ખાવાને કારણે સ્ટ્રીર વેંડર્સ કે પછી બીજાની કમાણી વધતી જાય છે. જે સેન્ડવિચ વેચનાર શખ્શની અમે અહીં વાત કરી રહ્યા છે, તેની કમાણી વિશે જાણી તમારા પણ હોંશ ઉડી જશે. આ પૂણેના ઔન્ધ વિસ્તારનો સોની સેન્ડવિચવાળો છે. ફૂડ બ્લોગરે વીડિયો પર કહ્યુ છે કે, આ વીજિયોને આઇઆઇટી અને પ્રાઇવેટ નોકરી કરનાર વ્યક્તિને મોકલો અને તેમને કહો કે રિઝાઇન આપી સેન્ડવિચ વેચે.

બ્લોગર પૂછે છે કે, શખ્સના રોજ કેટલા કસ્ટમર્સ આવે છે, તો તે જણાવે છે કે 150-175 સુધી તેના રોજ કસ્ટમર આવે છે અને વીકેન્ડ પર 200થી250 કસ્ટમર આવે છે. પછી બ્લોગરે પૂછ્યુ કે, કસ્ટમર એવરેટ કેટલા રૂપિયાની સેન્ડવિચ લઇ જાય છે તો તેણે જણાવ્યુ કે, 200 રૂપિયાથી લઇને 700,800 અને 1000 રૂપિયા સુધીની. પછી તે વ્યક્તિએ કહ્યુ કે, બિઝનેસ પ્રોફિટમાં માર્જિન કેટલુ છે તો તેણે જણાવ્યુ કે 70-30 પ્રોફિટ માર્જિન છે

એટલે કે 70 ટકા પ્રોફિટ અને 30 ટકા રોકાણ. વીડિયોના અંતમાં બ્લોગરે સમજાવ્યુ કે તે હર મહિને કેટલા કમાય છે. બ્લોગરે કહ્યુ કે, સેન્ડવિચવાળો દર મહિને 6.4 લાખ રૂપિયા પ્રોફિટ કમાય છે. આ સાંભળી તો લોકોના હોંશ જ ઉડી ગયા અને તે લોકો મજેદાર કમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને 1 કરોડથી વધારે વ્યુઝ પણ મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shrey Bakhai (@bakhaishrey)

Shah Jina