BREAKING: દેશના સૌથી સફળ એથલીટ મિલ્ખા સિંહનું થયુ નિધન, મિલ્ખા સિંહ બની ગયા હતા ‘ફ્લાઇંગ સિખ’

‘ફ્લાઇંગ સિખ’ના નામથી મશહૂર ભારતના મહાન ઘાવક મિલ્ખા સિંહનું કાલે મોડી રાત્રે નિધન થઇ ગયુ છે. 91 વર્ષિય મિલ્ખા સિંહને કોરોના થવા પર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ગુરુવારે તેમનો રીપોર્ટ નેગેટીવ આવી ગયો હતો પરંતુ તેમની હાલત નાજુક થતા તેમનુ નિધન થઇ ગયુ હતુ.

મિલ્ખા સિંહ ભારતના રમત ઇતિહાસના સૌથી સફળ એથલિટ હતા. મિલ્ખા સિંહનો જન્મ 20 નવેમ્બર 1929 ગોવિંદપુરા જે પાકિસ્તાનનો ભાગ છે ત્યાં સીખ પરિવારમાં થયો હતો. તેમનું બાળપણ ઘણુ કઠિન સમયમાં વીત્યુ. હતુ. મિલ્ખા સિંહને ‘ફ્લાઇંગ સીખ’નો ખિતાબ મળ્યો તે કહાની ઘણી દિલચસ્પ છે. તેનો સંબંધ પાકિસ્તાન સાથે જોડાયેલ છે.

વર્ષ 1960ના રોમ ઓલંપિકમાં પદકથી ચૂકવાનો મિલ્ખા સિંહના મનમાં ઘણો મલાલ હતો અને તે જ વર્ષે તેમણે પાકિસ્તાનમાં આયોજિત ઇન્ટરનેશનલ એથલીટ કોમ્પિટિશનમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યુ. મિલ્ખાના મનમાં લાબાં સમયથી ભાગલાને લઇને દર્દ હતુ અને તેઓ તેને કારણે પાકિસ્તાન જવા ઇચ્છતા ન હતા પરંતુ જવાહરલાલ નેહરુના સમજાવ્યા બાદ તેમણે ત્યાં જવાનો નિર્ણય કર્યો હતો.

ભારતના મહાન એથલીટ 91 વર્ષિય મિલ્ખા સિંહે ચંડીગઢના PGI હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.  તેમના નિધનથી ખેલ જગત જ નહિ પરંતુ બોલિવુડની તમામ હસ્તિઓ પણ દુખી છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ મિલ્ખા સિંહના નિધન પર ટ્વીટ કરી છે.

Shah Jina