વીડિયો: પરીક્ષામાં ચોરી કરવા આ વ્યક્તિ વાપર્યો ગજબનો જુગાડ, એવી જગ્યાએ માઈક્રોફોન ફીટ કર્યો કે તમે વિચારી પણ નહિ શકો

આ વ્યક્તિએ પરીક્ષામાં ચોરી કરવા માટે વાપર્યું એવું દિમાગ કે વીડિયો જોઈને તમે પણ માથું પકડી લેશો.. ક્યાંથી આવા આઈડિયા લઇ આવતા હશે ?

કોઈપણ પરીક્ષાની અંદર પાસ થવું દરેક વ્યક્તિનું સપનું હોય છે, ઘણા લોકો મહેનત કરી અને પાસ થાય છે તો કેટલાક લોકો ચોરી કરી અને પાસ થતા હોય છે. ઘણા લોકો ચોરી કરવા માટે એવો એવો જુગાડ વાપરતા હોય છે કે કોઈપણ આ જુગાડ જોઈને હેરાન રહી જાય. હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ચોરી કરનારા ઉમેદવારો વિશે સાંભળ્યું છે? આ પરીક્ષાઓમાં ઘણી તલાસી લેવામાં આવે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં એક વ્યક્તિએ નકલ કરવાનો હાઇટેક રસ્તો શોધી કાઢ્યો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ઉમેદવારે પોતાના માથા પર નકલી વાળ લગાવી દીધા હતા અને તેની નીચે માઈક્રોફોન છુપાવ્યો હતો. નકલ કરવાની તૈયારીમાં આવેલ ઉમેદવાર ચેકીંગ દરમિયાન ઝડપાયો હતો.

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા એક વિડિયોમાં એક ઉમેદવાર યુપી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર (UPSI)ની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર પર હાજર થતો જોઈ શકાય છે જ્યાં તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તેને ખબર ન હતી કે તેની નકલ કરવાની હાઇટેક ટેક્નિક ચેકિંગ દરમિયાન પકડાઇ જશે. જેવો વ્યક્તિ પકડાયો, પોલીસે તેનો વીડિયો રેકોર્ડ કર્યો.

ઉમેદવારે તેના માથા પર વાળની ​​વિગ ચોંટાડી હતી, જેમાં માઇક્રો-ઇયરફોન હાજર હતો. પોલીસે મેટલ ડિટેક્ટરની મદદથી ઉમેદવારને પકડી લીધો હતો. તે વ્યક્તિએ વાયરલેસ ઈયરફોન કાનમાં નાખ્યો, જે વાળને કારણે દેખાતો ન હતો.

આ વીડિયો IPS ઓફિસર રુપિન શર્માએ ટ્વિટર પર શેર કર્યો છે. ટ્વિટર પર વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, “ઉત્તર પ્રદેશમાં સબ ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં નકલ કરવાનો શાનદાર જુગાડ. યુપી પોલીસ વેલ ડન.”

Niraj Patel