ભયાનક વિમાન દુર્ઘટના, ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્રાઇવેટ જેટ ઇમારત સાથે અથડાયું, 7 મુસાફરોના કરૂણ મોત

સોમવાર, 15 ડિસેમ્બરે મેક્સિકોમાં ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે એક નાનું પ્લેન ક્રેશ થતાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ક્રેશ મધ્ય મેક્સિકોમાં થયો હતો. એપીના રિપોર્ટ અનુસાર, આ માહિતી મેક્સિકોના સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોઓર્ડિનેટર એડ્રિયન હર્નાન્ડિઝે આપી છે. તેમણે જણાવ્યું હતું કે અકસ્માત મેક્સિકો સિટીથી લગભગ 50 કિલોમીટર પશ્ચિમમાં ટોલુકા એરપોર્ટથી લગભગ 5 કિલોમીટર દૂર આવેલા ઔદ્યોગિક વિસ્તાર સાન માટો એટેન્કોમાં થયો હતો.

આ વિમાને મેક્સિકોના પ્રશાંત તટ નજીક એકાપુલ્કોથી ઉડાન ભરી હતી. હર્નાન્ડિઝે જણાવ્યું હતું કે આ ખાનગી જેટ આઠ મુસાફરો અને બે ક્રૂ સભ્યો માટે નોંધાયેલું હતું. પરંતુ અકસ્માતના થોડા કલાકો બાદ જ ક્રાઈમ સીન પરથી સાત જેટલા મૃતદેહો મળી આવ્યા હતા. તેણે કહ્યું કે પ્લેને દેખીતી રીતે ફૂટબોલ મેદાન પર ઈમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો.

જો કે, તે નજીકની ફેક્ટરીની મેટલની છત સાથે ટકરાયું હતું, જેના કારણે જોરદાર આગ લાગી હતી. ક્રેશની તપાસ ચાલી રહી છે.સાન માટેઓ એટેન્કોના મેયર અના મુનિઝે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે આગને કારણે આસપાસના વિસ્તારોમાંથી લગભગ 130 લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ અને રાહત ટુકડીઓ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. અધિકારીઓએ કહ્યું છે કે વિમાનને ઈમરજન્સી લેન્ડિંગની જરૂર કેમ પડી અને ટેક્નિકલ ખામી, હવામાન કે માનવીય ભૂલને કારણે દુર્ઘટના થઈ કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ મૃતકની ઓળખ અને અકસ્માતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

Previous Article

VIRAL VIDEO: 55 વર્ષના જીજાએ કરી લીધા 18 વર્ષની સાળી સાથે લગ્ન? લોકોએ કહ્યું- સ્ટવ સળગતા બહેનનું ઘર સળગ્યું

Next Article

500 વર્ષ પછી બન્યો અદ્ભુત સંયોગ, હંસ અને માલવ્ય મહાપુરુષ રાજયોગ, આ રાશિઓના જાતકોને થશે અણધાર્યો ધનલાભ

error: Protected Content!