રેડ કાર્પેટ પર શાહરૂખ-પ્રિયંકાનો જલવો, દિલજીતે મહારાજા લુકમાં મૂંછો પર દીધો તાવ, કિયારા અડવાણીએ ફ્લોન્ટ કર્યો બેબી બંપ

ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં બોલિવૂડ સ્ટાર્સે ધમાલ મચાવી દીધી. અહીં યોજાનાર મેટ ગાલા 2025માં ઘણા ભારતીય સેલેબ્સ હાજર રહ્યા હતા. આ મહાન ફેશન ઇવેન્ટમાં શાહરૂખ ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણીએ શાનદાર ડેબ્યુ કર્યું. પ્રિયંકા ચોપરાએ તેના પતિ નિક જોનાસ સાથે શાનદાર કમબેક કર્યુ.

ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ રેડ કાર્પેટ પર પોતાની ફેશન સેન્સ બતાવી.સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝે મેટ ગાલા 2025માં ભવ્ય એન્ટ્રી કરી. દિલજીત દોસાંઝે મહારાજા લુકમાં બધાનું દિલ જીતી લીધું. દિલજીત ગોલ્ડન અને ઓફ-વ્હાઇટ આઉટફિટમાં એકદમ સ્ટાઇલિશ લાગી રહ્યો હતો.

દિલજીતના પોશાકની પાછળ ગુરુમુખી (પંજાબી) મૂળાક્ષરો લખેલા હતા, જે તેના લુકને વધુ મજબૂત બનાવી રહ્યા છે. મેટ ગાલાના રેડ કાર્પેટ પર આવતા, દિલજીતે તેની મૂછો પર તાવ દેતા ઉગ્ર પોઝ આપ્યો. દિલજીત દોસાંઝ આંખોમાં સૂરમા, હાથમાં કટાર અને પીઠ પર પંજાબ લઈને મેટ ગાલા પહોંચ્યો હતો. તેણે આ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની સંસ્કૃતિનો ધ્વજ લહેરાવ્યો અને ઘણી પ્રશંસા મેળવી.

તેણે તેના ડેબ્યૂ માટે નેપાળી-અમેરિકન ડિઝાઇનર પ્રબલ ગુરુંગ દ્વારા ડિઝાઇન કરાયેલ કોસ્ટયૂમ પહેર્યો હતો. દિલજીતે મહારાજા સ્ટાઇલની હાથીદાંતની સફેદ શેરવાની પહેરી હતી જેમાં બારીક સોનેરી ભરતકામ હતું.દિલજીતે પોતાનો શાહી લુક શાહી ઝવેરાતથી પૂર્ણ કર્યો.59 વર્ષની ઉંમરે શાહરૂખ ખાને મેટ ગાલા 2025માં જોરદાર એન્ટ્રી કરી. શાહરૂખ ખાને મેટ ગાલામાં સબ્યસાચીનો બંગાળ ટાઇગર લુક કેરી કર્યો હતો.

કિંગ ખાને વિદેશી મીડિયા સામે ઘણા પોઝ આપ્યા. શાહરૂખના આ લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે.બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ પણ મેટ ગાલા 2025માં પોતાનું ડેબ્યૂ કર્યું. કિયારાએ રેડ કાર્પેટ પર સુંદર રીતે પોતાનું આકર્ષણ દર્શાવ્યું હતું. ગોલ્ડન અને બ્લેક આઉટફિટમાં કિયારાનો સ્ટાઇલિશ લુક જોવા લાયક હતો.

બ્લેક અને ગોલ્ડન ઓફ-શોલ્ડર ગાઉનમાં કિયારાના ગ્લેમરસ લુકની બધા પ્રશંસા કરતા રહી ગયા. મોમ ટુ બી કિયારા અડવાણીએ આ પ્રસંગે પહેલીવાર પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કર્યો હતો. કિયારાએ ભારતીય કોસ્ચ્યુમ ડિઝાઇનર ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરેલ ગાઉન પહેર્યું હતુ. જ્યારે ગાઉનની સ્ટાઈલિસ્ટ અનિતા શ્રોફ છે.

કિયારા આ કાર્યક્રમમાં તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પહોંચી હતી. કિયારા અડવાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર મેટ ગાલાની ઘણી સુંદર તસવીરો શેર કરી લખ્યું – “માતાનો મે મહિનાનો પહેલો સોમવાર”.મેટ ગાલા 2025 ના રેડ કાર્પેટ પર પાવર કપલ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે પણ હાજરી આપી હતી. આ કપલે વિદેશી મીડિયા સામે ઘણી પોઝ આપ્યા હતા. બંનેએ બ્લેક એન્ડ વ્હાઇટ થીમને સ્માર્ટ રીતે જસ્ટીફાય કર્યો.

પ્રિયંકાએ મેટ ગાલામાં તેના પતિ નિક જોનાસનો હાથ પકડીને સ્ટાઇલિશ એન્ટ્રી કરી હતી. આ કપલ રેડ કાર્પેટ પર પહોંચતાની સાથે જ ચાહકોએ તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. ક્વાંટિકો એક્ટ્રેસે મેટ ગાલામાં ફ્રાંસના લગ્ઝરી લેબલ બાલમેનનો આઉટફિટ પહેર્યો હતો. તે પાવપ શોલ્ડર અને સિન્ચ્ડ વેસ્ટલાઇન સાથે પરફેક્ટલી ટેલર્ડ બ્લેઝર પહેરી ગળામાં બધાનું ધ્યાન ખેંચતી જોવા મળી.

વાઇડ લેપલ્સ અને ફ્લેપ પોકેટ્સે પૂરા આઉટફિટમાં થોડો ઓલ્ડ સ્કૂલ લુક એડ કર્યો હતો. ત્યાં પ્રિયંકાએ જેકેટને મેચિંગ સ્કર્ટ સાથે કોમ્પ્લીમેંટ કર્યો હતો જે લોન્ગ અને સ્ટ્રેટ હતો અને તેમાં થાઇ-હાઇ સ્લિટ હતી. પોલ્કા ડોટ્સે પ્રિયંકાના આઉટફિટને રેટ્રો લુક આપ્યો જેણે તેને ક્લાસિક અને મોર્ડન બનાવ્યો. પ્રિયંકાના પતિ નિક જોનાસના લુકની વાત કરીએ તો તેણે ઇવેન્ટની થીમને અનુરૂપ સફેદ શર્ટ, સ્કાર્ફ-સ્ટાઇલ ટાઇ, બ્લેક પેન્ટ અને ક્રિસ્ટલ બ્રોચથી સજ્જ સ્ટાઇલિશ કમરબંધ પહેર્યો હતો.

આખો લુક સિમ્પલ, સારી રીતે બંધાયેલો અને શાર્પ હતો જે તેની પત્ની પ્રિયંકાના આઉટફિટ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતો હતો.ભારતીય ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પણ મેટ ગાલામાં ભવ્ય એન્ટ્રી કરી હતી. મનીષ ઓલ બ્લેક લુકમાં એકદમ સ્ટાઇલિશ લાગી રહ્યો હતો. મનીષના સૂટ પર સોના અને ચાંદીની ભરતકામએ બધાનું દિલ જીતી લીધું.

ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડલી ઈશા અંબાણીએ પણ મેટ ગાલાના રેડ કાર્પેટ પર પોતાના લુકથી બધાનું દિલ જીતી લીધું. ઈશા અંબાણીનો લુક ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. થીમ પ્રમાણે ઈશાનો લુક ખૂબ જ ખાસ હતો. ઈશા અંબાણીએ બ્લેક બેલ બોટમ પેન્ટ, હોલ્ટર સ્ટાઇલ ટોપ અને લાંબો સફેદ શ્રગ પહેર્યો હતો. તેના આઉટફિટને મોતી અને સોનાના દોરાનો ઉપયોગ કરીને ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

આખો આઉટફિટ મોતી-પથ્થરની ભરતકામથી શણગારવામાં આવ્યો હતો. તે પશ્ચિમી ટેલરિંગ અને ભારતીય કારીગરી બંનેનું મિશ્રણ હતું. તેનો સુંદર લુક “ટેલર્ડ ફોર યુ” થીમ પર આધારિત હતો. જણાવી દઈએ કે ઈશાનો આ આઉટફિટ ભારતીય ડિઝાઇનર અનામિકા ખન્નાએ ડિઝાઇન કર્યો છે. એટલું જ નહીં, ઈશા અંબાણીએ આ આઉટફિટ સાથે વિન્ટેજ કાર્ટિયર ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. ઇશાએ આ લુક સાથે જે પણ જ્વેલરી કેરી કરી હતી તેમાની મોટાભાગની તેની માતા નીતા અંબાણીની હતી.

Shah Jina
error: Unable To Copy Protected Content!