બુધના કુંભમાં ગોચરથી બન્યા બે રાજયોગ, આ 3 રાશિના જાતકોના ખુલ્યા ભાગ્યા- જાણો તમારી રાશિ તો નથી ને…

20 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજકુમાર બુધે કુંભ રાશિમાં પ્રવેશ્યો કર્યો જ્યાં શનિ પહેલેથી જ બિરાજમાન છે. આ ઉપરાંત સૂર્ય પણ આ રાશિમાં બિરાજમાન છે. ત્યારે શનિ અને બુધ બંને મિત્રો હોવાથી યુતિ શુભ બનશે જેનાથી બનતો શુભ યોગ અનેક લોકોને ફાયદો કરાવશે. આ સાથે બુધની સૂર્ય સાથે યુતિ થવાથી બુધાદિત્ય યોગ બન્યો છે. ત્યારે બુધના કુંભ રાશિમાં ગોચરને કારણે ડબલ રાજયોગ બન્યા છે. તો ચાલો જાણીએ કઇ રાશિ ફાયદામાં છે…

તુલા : આ રાશિના પાંચમા ભાવમાં ડબલ રાજયોગ બની રહ્યો છે, જેને કારણે આધ્યાત્મ તરફ ઝૂકાવ થશે અને ધાર્મિક કાર્યક્રમોમાં આગળ પડતો ભાગ લેશો. કરિયરને લઇને મુસાફરી કરવી પડી શકે છે અને તેનાથી લાભ થશે. મહેનતનું ફળ મળશે, કામની પ્રશંસા થશે. પૈસા કમાવવામાં સફળ થશો. સ્વાસ્થ્ય સારું રહેશે અને ઉમંગ-જોશથી ભરેલા રહેશો. વૈવાહિક જીવન ખુશીઓથી ભરેલુ રહેશે.

મેષ : આ રાશિના અગિયારમાં ભાવમાં શુભ રાજયોગ બની રહ્યો છે. જેને કારણે અપાર ધન સંપત્તિ મળશે અને કરિયરમાં પણ સફળતા મળી શકે છે. વિદેશથી નોકરી મળવાની શક્યતા છે. બિઝનેસમાં પણ અપાર સફળતા મળશે અને સાથોસાથ ધનલાભ પણ થશે. લાંબા સમયથી જો કોઇ કામ અટકેલા હશે તો પૂરા થશે.

કુંભ : આ રાશિના લગ્ન ભાવમાં રાજયોગ બની રહ્યો છે, જેને કારણે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. પૈતૃક સંપત્તિનો પણ લાભ મળી શકે છે. સંતાન સંલગ્ન સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે છે. કરિયરમાં થોડું સંભાળીને રહેવુ, વેપાર કરનારાઓને ખુબ લાભ મળી શકે છે. શેર માર્કેટથી સારું વળતર મળવાના યોગ છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina