ધન-વેપારના કારક બુધ ગોચર બાદ થશે અસ્ત, કર્ક અને વૃશ્ચિક સહિત આ 4 રાશિના જાતકોને થશે નુકશાન

બુધે ગોચર કરી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે, હવે 7 માર્ચ સુધી બુધ શનિની રાશિ કુંભ રાશિમાં રહેશે. જો કે આ પહેલા 1 માર્ચે બુધ અસ્ત થશે. આ રીતે પહેલા બુધનું સંક્રમણ અને પછી તેના અસ્ત થવાથી તમામ લોકોના જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પડશે. બુધ અને સૂર્ય કુંભ રાશિમાં બુધાદિત્ય યોગ બનાવશે. શનિ પણ કુંભ રાશિમાં છે અને સૂર્ય અને બુધનો પ્રવેશ ગજકેસરી યોગ બનાવશે. આ બે શુભ યોગો પછી પણ 4 રાશિના લોકોને બુધ અસ્ત થવાને કારણે નુકસાન સહન કરવું પડી શકે છે.

કર્કઃ- કર્ક રાશિના લોકોની પરેશાનીઓ વધી શકે છે. કોઈ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. વિવાદ થઈ શકે છે. તમારે કામ પર વધુ મહેનત કરવી પડશે. પરિવારમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે. શેરબજારમાં સમજદારીપૂર્વક રોકાણ કરો. નુકશાન થવાની શક્યતાઓ છે.

કન્યાઃ કન્યા રાશિના લોકોના જીવનમાં સંઘર્ષ વધી શકે છે. કાર્યસ્થળ પર તમારી જગ્યા બનાવવા માટે તમારે સંઘર્ષ કરવો પડી શકે છે. ધીરજથી કામ લેવું. વિવાદમાં ન પડો. ખર્ચમાં અચાનક વધારો તમારું બજેટ બગાડી શકે છે. પરિવારમાં ઝઘડા અને મતભેદની સ્થિતિ પણ બની શકે છે.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધ અશુભ પરિણામ આપી શકે છે. નોકરી કે વ્યવસાયમાં કામ પૂર્ણ કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. બિનજરૂરી ખર્ચ થશે. સ્વાસ્થ્યમાં પણ સમસ્યા આવી શકે છે. લોન લેવડદેવડ ટાળો. રોકાણ માટે પણ સમયને શુભ કહી શકાય નહીં.

મીન રાશિઃ આ સમય મીન રાશિના લોકોને ઘણી રીતે પરેશાનીઓ આપી શકે છે. કાર્ય પૂર્ણ કરવામાં બિનજરૂરી વિલંબ થશે. ખર્ચાઓ બજેટને બગાડશે. રોકાણ માટે થોડી રાહ જોવી વધુ સારું રહેશે. આ સમયગાળા દરમિયાન પરિવારને લગતો કોઈ મોટો નિર્ણય ન લેવો.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina