જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, વેપાર અને ગણિતનો કારક માનવામાં આવે છે. હાલમાં બુધ ગ્રહ કર્ક રાશિમાં બિરાજમાન છે, પરંતુ 29 જૂન 2026 થી બુધ પોતાની ચાલ બદલીને ‘વક્રી’ (ઉલ્ટી ચાલ) થવા જઈ રહ્યા છે. બુધની આ ઉલ્ટી ચાલ 24 જુલાઈ 2026 સુધી રહેશે. આ સમયગાળો તમામ 12 રાશિઓ પર પ્રભાવ પાડશે, પરંતુ 5 રાશિઓ માટે આ સમયગાળો થોડો પડકારજનક સાબિત થઈ શકે છે.
કઈ રાશિઓ પર પડશે નકારાત્મક અસર?

1. મિથુન રાશિ: બુધ તમારી રાશિના સ્વામી છે. વક્રી ચાલને કારણે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. બિનજરૂરી વાદ-વિવાદથી બચવું અને ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળવું.

2. કર્ક રાશિ: બુધ તમારી જ રાશિમાં વક્રી થઈ રહ્યા છે. આ સમય દરમિયાન કરિયરમાં કામનું ભારણ વધશે અને માનસિક તણાવ રહી શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ટાળવી.

3. કન્યા રાશિ: તમારી રાશિના સ્વામી પણ બુધ છે. કાર્યસ્થળ પર બોસ કે સીનિયર્સ સાથે વિવાદ થવાની શક્યતા છે. કોઈ અજાણ્યા વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો.

4. વૃશ્ચિક રાશિ: કરિયરમાં ધાર્યા પરિણામો ન મળતા હતાશા અનુભવાઈ શકે છે. વાણી પર સંયમ રાખવો, નહીંતર વાત વધુ બગડી શકે છે.

5. મીન રાશિ: આ સમયગાળા દરમિયાન આર્થિક જોખમ લેવાનું ટાળવું. નવા રોકાણ માટે આ યોગ્ય સમય નથી. બજેટ ખોરવાઈ શકે છે, તેથી ખર્ચ પર કાબૂ રાખવો.
અશુભ પ્રભાવથી બચવાના ઉપાયો:
-
દરરોજ સવારે ‘ૐ બું બુધાય નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરો.
-
બુધવારે ગરીબોને મગની દાળ, લીલા શાકભાજી કે લીલા વસ્ત્રોનું દાન કરો.
-
પક્ષીઓને દાણા નાખો.
-
સૌથી મહત્વની વાત, તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો અને વાણીમાં નમ્રતા લાવો. ઘરની ઉત્તર દિશાને સ્વચ્છ રાખો.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)