વક્રી બુધ આ રાશિઓના લોકોને અચાનક આપી શકે છે ધન લાભ…

બુધનું ઊલટું ભ્રમણ, અચાનક થઇ શકે છે આ રાશિના જાતકોને લાભ, ચમકી જશે ભાગ્ય

સુખોનો પ્રદાતા શુક્ર 7 ઓગસ્ટે જ વક્રી થઇ ચૂક્યો છે, જ્યારે 24 ઓગસ્ટે ગ્રહોનો રાજકુમાર બુધ પણ સિંહ રાશિમાં વક્રી થઇ ગયો. આ પછી 4 સપ્ટેમ્બરે દેવગુરુ બૃહસ્પતિ મેષ રાશિમાં વક્રી થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ વિરુદ્ધ દિશામાં આગળ વધે છે ત્યારે તેને વક્રી કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના પરિણામો તેમની પાછળની ગતિના કારણે બદલાય છે. એવું માનવામાં આવે છે કે આ તેના પરિણામોને ઉલટાવે છે.

જ્યારે આવું થાય છે ત્યારે ગ્રહો એકસાથે બે ભાવોને પ્રભાવિત કરે છે અને તેમની નજર ઘણા ભાવો પર પડવા લાગે છે. આથી ગ્રહો વક્રી થયા પછી અત્યંત શક્તિશાળી બને છે. સૂર્ય અને ચંદ્ર ક્યારેય વક્રી નથી થતા. જ્યારે રાહુ અને કેતુ હંમેશા વક્રી રહે છે. જણાવી દઇએ કે, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહને બુદ્ધિ, તર્ક ક્ષમતા અને સારી વાતચીત કૌશલ્યનો કારક માનવામાં આવે છે.

12 રાશિઓમાંથી બુધ બે રાશિ મિથુન અને કન્યાનો માલિક છે. 24 ઓગસ્ટે સિંહ રાશિમાં બુધ 24 દિવસ માટે વક્રી થયો છે અને સિંહ રાશિની પાંચમી રાશિ છે. આમ તો બુધ સૂર્ય માટે મૈત્રીપૂર્ણ ગ્રહ છે, પણ સિંહ રાશિ માટે વિશિષ્ટ હોવાને કારણે તે નાણાંનું નિયમન કરે છે અને એટલે જ બુધની વક્રીને કારણે લોકોના જીવનમાં અશાંતિ સર્જાઈ શકે છે.

મેષ રાશિઃ-વક્રી બુધ વિદ્યાર્થીઓને હતાશ અને નિરાશ કરી શકે છે.જાતકોના આત્મવિશ્વાસમાં ઘટાડો થઇ શકે છે અને આર્થિક સ્થિત થોડી ખરાબ થઇ શકે છે, રોકાણ ટાળવાનો પ્રયાસ કરવો.

વૃષભ રાશિઃ-વક્રી બુધને કારણે માતા સાથે સંબંધો બગડવા અથવા માતાના સ્વાસ્થ્ય પર અરાબ અસર થઇ શકે છે. ઇલેક્ટ્રોનિક્સ સાધનો કે વાહન બગડતા ખર્ચાઓ વધી શકે છે. વાણી પર કંટ્રોલ રાખવો જોઇએ.

મિથુન રાશિઃ- વક્રી બુધ મિથુન રાશિ માટે ફાયદાકારક રહેશે, અવરોધો દૂર થશે અને નવી તકો મળવા લાગશે. આ ઉપરાંત નોકરીમાં બોસ ખુશ રહેશે અને વેપારીઓ લાભદાયક સોદા કરી શકશે. પ્રેમજીવન પણ સુખી રહેશે.

કર્ક રાશિઃ- કર્ક રાશિના જાતકો માટે આ વક્રી જીવનમાં પ્રગતિ લાવશે, અટકેલુ કામ પૂરુ થશે અને આત્મવિશ્વાસ મજબૂત થસે. તેમજ નવી કારકિર્દીની તકો મળશે અને વ્યવસાયમાં ભારે નફો થઇ શકે છે.

સિંહ રાશિઃ- આ રાશિના જાતકો માટે બુધ નાણાકીય બાબતો પર ખરાબ અસર કરી શકે છે. કોઇ ખોટા રોકાણને લગતા નિર્ણયથી પૈસા અટકી પણ શકે છે. રોકાણ કરવાનું ટાળવું જોઇએ. કોઇ વિવાદ થવાની સંભાવના છે.

કન્યા રાશિઃ- કન્યા રાશિના લોકોને વક્રી બુધ કરિયરમાં વિશેષ સફળકા અપાવશે, મહેનતનું સકારાત્મક પરિણામ મળશે અને પ્રમોશનની શક્યતાઓ સર્જાશે. આ ઉપરાંત બચત વધશે અને વિદેશથી નફો પણ મળી શકે છે.

તુલા રાશિઃ- આર્થિક સ્થિતિ માટે અનુકૂળ નથી, ખોટા રોકાણથી રૂપિયા અટકી શકે છે. મોટા ભાઇ-બહેન, મામા સાથે સંબંધો બગડવાની શક્યતા છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

વૃશ્ચિક રાશિઃ- આ રાશિના જાતકો માટે સમય સાનૂકુળ રહેશે અને ભાગ્યનો સાથે મળશે, કરિયરમાં અપાર સફળતા મળશે. આત્મવિશ્વાસ મજબૂત રહેશે. વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોને પણ સફળતા મળશે.

ધન રાશિઃ- આ રાશિના જાતકો માટે વક્રી બુધ ફાયદાકારક રહેશે. પ્રગતિ આડેની અડચણો દૂર થશે અને નવી તકો મળશે. વેપારીઓને લાભદાયક સોદો થશે. પ્રેમ જીવનમાં ખુશીઓ રહેશે.

મકર રાશિઃ- વક્રી બુધ આ રાશિના જાતકોને શુભ ફળ આપશે. કારકિર્દીની શ્રેષ્ઠ તકો મળશે, વેપારમાં પ્રગતિ થશે, નોકરીમાં નવી તકો મળશે.

કુંભ રાશિઃ- આ રાશિના જાતકના જીવનમાં વક્રી બુધ પ્રગતિ લાવશે, કારકિર્દીમાં વિશેષ સફળતા મળશે, વ્યવસાયમાં ભારે નફો થઇ શકે છે અને નાણાકીય લાભની સાથે પૈતૃક સંપત્તિથી લાભ થઇ શકે

મીન રાશિઃ- મીન રાશિના જાતકોને વક્રી બુધ કરિયરમાં સફળતા આપશે. મહેનતનું પરિણામ મળશે, પ્રમોશનની શક્યતાઓ બનશે. વેપારમાં વિદેશી સ્ત્રોતથી નફો મળી શકે છે.

Shah Jina