સાડી પહેરીને છોકરીને પણ મ્હાત આપે છે આ દેશી બોયઝ, તસવીરો જોઈને તમારું દિમાગ પણ ચકરાવે ચઢી જશે, જુઓ

સાડીનું નામ પડતાં જ આપણા દિમાગમાં સ્ત્રીનું ચિત્ર ફરતું થઇ જાય. પરંતુ ફેશનના આ યુગમાં બધું જ શક્ય છે. તેથી જ સોશિયલ મીડિયા પર હવે છોકરાઓ પણ સાડી સાથે સ્ટાઇલ અને તસવીરો પોસ્ટ કરતા જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર છે જેઓ સાડી પહેરીને તેમનો વીડિયો અને તસવીર શેર કરી રહ્યાં છે. સાથે જ આ બધાની સ્ટાઈલને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર એક ફેશન ઇન્ફ્લુએન્ઝર સિદ્ધાર્થ બત્રા છે, જે અવારનવાર પોતાની તસવીરો શેર કરે છે. આ ઉપરાંત તેની ઇન્સ્ટાગ્રામ પર સારી ફેન ફોલોઇંગ પણ છે. આ દિવસોમાં સિદ્ધાર્થ એક પછી એક સાડી પહેરીને તેનો વીડિયો ચાહકો સાથે શેર કરી રહ્યો છે. જેને તે ક્યારેક બુટ અને શર્ટ સાથે સ્ટાઇલ કરતો જોવા મળે છે. તો એક વીડિયોમાં તે કુર્તા સાથે સિલ્ક સાડીની જોડી કરતો જોવા મળ્યો હતો.

તો આ ઉપરાંત એક અન્ય યુવક પણ છે જે સાડી પહેરીને તસવીરો શેર કરે છે. જેનું નામ કરણ વિગ છે અને તે ફેશન ડિઝાઈનર છે. તેને પણ સાડી પહેરવી પસંદ છે. એટલા માટે તે અવારનવાર તેની સાડીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

કરણ કોઈપણ સામાન્ય છોકરીની જેમ જ તે સાડીઓ સાથે પ્રયોગ કરે છે અને તેને વિવિધ શૈલીમાં પહેરે છે. પછી ભલે તે સફેદ સાડી હોય કે લાલ સાડી, દરેક વખતે તેઓ આ બધામાં કોઈને કોઈ શૈલીનું અલગ તત્વ ઉમેરે છે. નેકલેસથી લઈને બૂટ સુધી બધું જ ટ્રાય કરવાનું તેને પસંદ છે.

ઈટાલીમાં રહેતા પુષ્પક સેન ત્યાં ફેશનનો અભ્યાસ કરવા ગયા હતા. જ્યાં તેણે સાડીના કારણે જ પોતાની ઓળખ બનાવી હતી. લેગિંગ્સ સાથે સાડીને પેન્ટમાં લઈ જઈને તેઓ તેને ઈન્ડો વેસ્ટર્ન લુક આપે છે. નેકલેસ અને બિંદી સાથે તેઓ સાડીના લુકને ફેમિનાઈન ટચ આપે છે.

Niraj Patel