જેટ લઈને ભારતના 8 અધિકારીઓ મેહુલ ચોકસીને તેડવા ગયા પણ અફસોસ કે…

પંજાબ નેશનલ બેન્કના સ્કેમમાં આરોપી મેહુલ ચોક્સીની ડોમિનિકાથી ભારત વાપસીમાં હજી બ્રેક લાગતો જોવા મળી રહ્યો છે. મેહુલ ચોક્સીની સુનાવણી માટે ડોમિનિકા પહોંચેલ ભારતીય અધિકારીોની ટીમ ત્યાંથી રવાના થઇ ગઇ છે. ગુરુવારે રાત્રે ભારતીય ટીમે ડોમિનિકાથી જહાજ પકડ્યુ પરંતુ તેમની સાથે મેહુલ ચોક્સી હતો નહિ.

ઇંડિયા ટુડેના એક રીપોર્ટ અનુસાર, સીબીઆઇના બે અધિકારીઓ સહિત 8 સભ્યોની ટીમ 28મેના રોજ ડોમિનિકામાં ચોક્સીને લાવવા માટે ભારતથી પહોંચી હતી. મીડિયા રીપોર્ટ અનુાર, ચોક્સીને લાવવા માટે કતર એયરવેજનો બોમ્બાર્ડિયર ગ્લોબલ જેટ 5000 મોકલવામાં આવ્યુ હતુુ.

બોમ્બાર્ડિયર ગ્લોબલ જેટ 5000 બિઝનેસ જેટ ગુરુવારની રાત્રે 8.10 વાગ્યે રવાના થયુ હતુ. મેહુલ ચોક્સી ડોમિનિકા-ચાઇના ફ્રેંડશિપ હોસ્પિટલમાં પોલિસ સુૃરક્ષામાં છે. લગભગ એક મહિના સુધી તેના ભારત આવવાની સંભાવના નથી. હીરા વેપારી મેહુલની બે અલગ અલગ મામલોમાં ડોમિનિકાની બે અદાલતો સુનાવણી કરી રહી છે. બંને મામલા સોલ્વ ના થાય ત્યાં સુધી તેને ભારત મોકલવામાં નહિ આવે એવું કહેવાઇ રહ્યુ છે.

Shah Jina