રોડ પર પોલીસ ચોકીની બહાર જ યુનિફોર્મ વગર ઉભા રહીને લોકોના ચલણ કાપી રહેલા પોલીસકર્મીઓને મેહુલ બોઘરાએ કરાવ્યું કાયદાનું ભાન, જુઓ વીડિયો

પોલીસકર્મીઓ યુનિફોર્મ વગર કાપી રહ્યા હતા ચલણ, અચાનક પહોંચી ગયા એડવોકેટ અને પછી કર્યું એવું કે…જુઓ વીડિયો

Mehul Boghra one more video : સુરતના એડવોકેટ મેહુલ બોઘરા એક સુંદર કામગીરી કરી રહ્યા છે અને તેમના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. આ વાયરલ વીડિયોમાં મેહુલભાઈ હપ્તાખોર પોલીસ અને વચેટિયા દલાલોના ઘણીવાર પર્દાફાશ પણ કરતા હોય છે અને પોલીસને પણ કાયદાનું ભાન કરાવતા હોય છે.

ત્યારે હાલમાં જ મેહુલ બોઘરાએ તેમના ફેસબુકમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમને યુનિફોર્મ વગર રાહદારીઓનું ચલણ કાપી રહેલા પોલીસકર્મીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ મેહુલભાઈના આ કામના વખાણ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રોડ પર એક પોલીસકર્મી યુનિફોર્મ વગર ટ્રાફિકના નિયમો તોડી રહેલા લોકોનું ચલણ કાપી રહ્યો છે. ત્યારે જ મેહુલ બોઘરા ત્યાં આવી પહોંચે અને તેમનું નામ પૂછે છે, જેના બાદ તેમને યુનિફોર્મમાં કેમ નથી એમ પૂછતાં પોલીસકર્મી પોતે ડી સ્ટાફમાં હોવાનું જણાવે છે.

મેહુલભાઈ તેમને કહે છે કે “તમે મોટર વ્હિકલ એક્ટ વાંચી છે ? જે અનુસાર તેમાં એવું કહેવામાં આવ્યું છે કે પોલીસકર્મી યુનિફોર્મમાં હોય તો જ ચલણ કાપી શકે છે.” જેના બાદ તેમના ઇન્ચાર્જ વિશે પૂછે છે અને અન્ય એક પોલીસકર્મી ત્યાં આવે છે, તેમને પણ યુનિફોર્મ નહોતું પહેર્યું અને મેહુલભાઈ કહે છે કે તમે જમાદાર છો તો પણ બધાએ યુનિફોર્મ કેમ નથી પહેર્યું ?

જેંમા બાદ તે બધા પોલીસકર્મીઓન આઈડી કાર્ડ પણ ચેક કરે છે. મેહુલભાઈ આ વીડિયોની સાથે કેપશનમાં તમામ માહિતી પણ આપી છે. તેમને લખ્યું છે કે, “પોલીસ યુનિફોર્મ વગર ચલણ જારી કરતી હતી, પોલીસના આઈડી કાર્ડ ચેક કર્યા કે તે પોલીસ છે કે તેમના દલાલો.”

તેમને આગળ લખ્યું છે, “તારીખ 17મી જૂન 2023 ના રોજ સાંજે 7:00 કલાકે યોગી પોલીસ ચોકી કેનાલ રોડ સુરત પોલીસ યુનિફોર્મ વગર ચાલકને રોકી ચલણ કાપી રહી હતી, જેની ફરિયાદ મળતા જ સ્થળ પર જઈને પોલીસ છે કે નહિ અને કોઈ અનધિકૃત વ્યક્તિ વસૂલી ના કરી રહ્યો હોય તેની તપાસ કરી અને કાયદા પ્રમાણે બધી જ કાર્યવાહી કરવામાં આવે તેમ વિનંતી કરી.

મેહુલ બોઘરાએ પોસ્ટમાં એમ પણ જણાવ્યું કે, “કાયદો રાજાઓનો રાજા છે, કોઈ કાયદાથી ઉપર નથી અને કોઈ પોલીસકર્મી યુનિફોર્મ વગર ચલણ ઈશ્યુ કરી શકે નહીં; જો કોઈ પોલીસ કર્મચારી યુનિફોર્મ વગર ચલણ કરે છે તો તમે પણ જાગૃતિ બતાવો અને અવાજ ઉઠાવો.” ત્યારે આ પોસ્ટ હવે ખુબ જ વાયરલ થઇ રહી છે.

Niraj Patel