હોસ્પિટલમાંથી ઘરે આવતા જ એડવોકેટ મેહુલ બોઘરાનું ઢોલ નગારા અને ફૂલ હાર સાથે કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત, લોકોનું ઉમટ્યું ઘોડાપુર, જુઓ નજારો

જેને જોતા જ ભ્રષ્ટાચારીઓને ફફડી ઉઠે છે તેવા બહાદુર વકીલનું ઢોલ નગારા અને ફૂલ હાર સાથે કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત, જુઓ વિડીયો

થોડા દિવસ પહેલા જ સરથાણા-લસકાણા રોડ પર BRTS પાસે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી મેહુલ બોધરા ટ્રાફિક પોલીસના ઉઘરાણા સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે. ત્યારે પોલીસ કે તેમના મળતિયાઓ દ્વારા થઈ રહેલા ગેરકાયદે ઉઘરાણા ખુલ્લા પાડવા ફેસબુક લાઈવ કરતા, જે ઉઘરાણી કરી રહ્યા હતા તે તત્વો બેફામ બન્યા હતા એડવોકેટ પર હુમલો કર્યો હતો. તેમને લાકડીના 10-12 ફટકા મારવામાં આવ્યા હતા. એડવોકેટ પર માથા પર હુમલો થતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા.

અને તે પગલે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે હાલ તો સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પરંતુ હવે મેહુલ બોઘરાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તેઓ ઘરે આવી ગયા છે.

મેઘુલ બોઘરાને હોસ્પિટલમાંથી રજા આપતા જ તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઢોલ નગરા પણ વગાડવામાં આવ્યા હતા અને તેમના ઉપર ફૂલોનો વરસાદ કરીને તેમને ફૂલ હાર પણ પહેરાવવામાં આવ્યા હતા, સાથે જ તેમના સ્વાગત માટે જનમેદની પણ ઉમટી પડી હતી.

મેહુલ બોઘરાના સ્વાગતમાં આવેલા લોકોએ પોતાના હાથમાં ભારતના ઝંડાઓ પણ રાખ્યા હતા. આ દરમિયાન ભારત માતા કી જયના નારા પણ લગાવવામાં આવ્યા હતા. મેહુલ બોઘરા તેમના ફેસબુક લાઈવ દ્વારા અવાર નવાર સુરતમાં થતી હપ્તાખોરીનો પ્રદાફાશ કરતા હોય છે અને આ કામ દ્વારા જ તે ખુબ જ લોકપ્રિય પણ બની ગયા છે. તેમના ઉપર હુમલો થતા જ ઘણા લોકો તેમના સમર્થનમાં પણ આવ્યા હતા.

Niraj Patel