ગ્લેમરસ જીવન જીવે છે ભાગ્ય શ્રીની દીકરી, માતા સાથે રેમ્પ પર દેખાડ્યા જલવા
બોલિવુડના સુપરસ્ટાર અને દબંગ સલમાન ખાનની ફિલ્મ “મેંને પ્યાર કિયા”થી પોપ્યુલર થયેલી અભિનેત્રી ભાગ્યશ્રીને કોણ નથી ઓળખતું. લગ્ન અને બાળકોની સારસંભાળને કારણે ભાગ્યશ્રીએ બોલિવુડ ફિલ્મોથી દૂરી બનાવી લીધી છે.
32 વર્ષ પહેલા સલમાન ખાનની ફિલ્મથી રાતોરાત પોપ્યુલર થનાર અભિનેત્રી 52 વર્ષની થઇ ચૂકી છે. 23 ફેબ્રુઆરી 1969ના રોજ મુંબઇમાં જન્મેલી ભાગ્યશ્રીએ તેના કરિયરની શરૂઆત 1987માં ટીવી ધારાવાહિક “કત્ત્ચી ધૂપ”થી કરી હતી.
ભાગ્યશ્રીને 1989માં રીલિઝ થયેલી ફિલ્મ “મેંને પ્યાર કિયા”થી ઓળખ મળી હતી. આ ફિલ્મ બાદ ભાગ્યશ્રીએ કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ તે કામયાબ ન થઇ શકી. તે બાદ ભાગ્યશ્રીએ તેના બાળપણના મિત્ર હિમાલય દસાની સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મોથી દૂર થઇ ગઇ.
ભાગ્યશ્રીને બે બાળકો છે. તેનો એક દીકરો અભિમન્યુ દસાની છે અને એક દીકરી અવંતિકા દસાની છે. ભાગ્યશ્રીના બંને બાળકો હવે ઘણા મોટા થઇ ચૂક્યા છે.
ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દસાની બોલિવુડમાં આવી ચૂક્યો છે.
ભાગ્યશ્રી વિશે ઘણા લોકો જાણતા હશે પરંતુ તેની દીકરી વિશે ભાગ્યે જ કોઇક જાણતુ હશે. આર્યન, નવ્યા નવેલી, સારા અલી ખાન, જાહ્નવી કપૂર બાદ હવે ભાગ્યશ્રીની દીકરી અવંતિકા દસાની આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
હાલમાં જ ભાગ્યશ્રીની દીકરી અવંતિકા દસાનીની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. અવંતિકા લંડનના ‘કાશ’ બિઝનેસ સ્કૂલમાં બિઝનેસ અને માર્કેટિંગની ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે.
View this post on Instagram
સ્ટાઇલિંગ અને ફેશનમાં અવંતિકા કોઇ અભિનેત્રીથી કમ નથી. તેની તસવીરો પરથી એ ખ્યાલ આવે છે કે, તેને ટ્રાવેલિંગ અને મિત્રો સાથે પાર્ટી કરવી ઘણી પસંદ છે.
અવંતિકા હાલમાં જ તેના કથિત બોયફ્રેન્ડ સિંગર અરમાન મલિકને લઇને ચર્ચામાં આવી હતી. અરમાન મલિક એ અનુ મલિકનો ભત્રીજો છે.
ભાગ્યશ્રીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, તેમણે કરિયરની જગ્યાએ પરિવારને મહત્વ આપ્યું. તેણે કહ્યુ કે, જો હું કરિયરમાં આગળ વધતી તો મારા બાળકોને બરાબર ભણાવી ન શક્તી અને મને જે સંસ્કાર મળ્યા છે તે કદાચ મારા બાળકોને ન આપી શકતી. તમે જયારે ઇન્ડસ્ટ્રીમાં હોવ તો પરિવાર માટે સમય નીકાળવો મુશ્કેલ થઇ જાય છે.
View this post on Instagram
ભાગ્યશ્રીએ જણાવ્યુ હતુ કે, તે તેના પતિ સાથે મળીને મીડિયા કંપની સૃષ્ટિ એન્ટરટેઇનમેન્ટ ચલાવે છે.