લગ્ન બાદ પહેલીવાર સાડીમાં મીનાક્ષી દવેએ પોતાના ભરથાર ખજુરભાઈ સાથે ખુબ જ સુંદર તસવીરો કરી શેર, ચાહકો પણ બોલ્યા, “રામ સીતાની જોડી..”, જુઓ
Meenakshi and Nitin Jaani New Photos : નીતિન જાની ઉર્ફે ખજુરભાઈને આજે કોઈ ઓળખની જરૂર નથી. પોતાના કોમેડી વીડિયો દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરનારા અને ગુજરાતના લોકોમાં ખજુરભાઈ તરીકે જાણીતા બનેલા નીતિન જાનીએ જ્યારથી લોકસેવાનો ભાર ઉપાડ્યો છે ત્યારથી તે હવે ગરીબોના મસીહા બની ગયા છે અને દરેક વ્યક્તિ નીતિન જાનીને ખુબ જ પ્રેમ પણ કરે છે.
ત્યારે થોડા મહિનાઓ પહેલા જ નીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે લગ્ન કર્યા હતા. મીનાક્ષી સાથે જ્યારથી ખજુરભાઈની સગાઈ થઇ હતી ત્યારથી સોશિયલ મીડિયામાં તે પણ ખુબ જ લોકપ્રિય બની ગઈ છે અને ચાહકો તેમની તસવીરો પર પણ ખુબ જ પ્રેમ વરસાવતા જોવા મળે છે. મીનાક્ષી દવે પણ તેમની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહે છે.
ત્યારે હાલમાં જ મીનાક્ષીએ નીતિનભાઈ સાથેની કેટલીક ખાસ તસવીરો પણ શેર કરી છે, જેને જોઈને ચાહકો પણ તેમની જોડીના ખુબ જ વખાણ કરવા લાગી ગયા છે. સામે આવેલી તસવીરો કોઈ પ્રસંગની હોય તેમ લાગી રહ્યું છે. આ તસવીરોમાં નીતિન જાની અને મીનાક્ષી દવેની જોડી રામ અને સીતાની જોડી લાગી રહી છે.
સામે આવેલી તસ્વીરોમાં મીનાક્ષી દવે પર્પલ રંગની સાડીમાં જોવા મળી રહ્યા છે. તો નીતિનભાઈ પણ લાઈટ પર્પલ રંગના કુર્તા અને સફેદ પાયઝામા સાથે મીનાક્ષી દવે સાથે ટ્યુનીંગ કરતા જોવા મળી રહ્યા છે. બંને કેમેરા સામે પોઝ પણ આપી રહ્યા છે આ ઉપરાંત અન્ય એક તસવીરમાં તે હાથમાં હાથ લઈને ઉભેલા પણ જોઈ શકાય છે.
તો વધુ એક તસવીરમાં મીનાક્ષી દવે પોતાના હાથમાં ખજુરભાઈનો હાથ લઈને ચાલતા પણ જોવા મળી રહ્યા છે. આ તસીવીરો પોસ્ટ કરવાની સાથે મીનાક્ષી દવેએ કેપશનમાં લખ્યું છે, “તમારી સાથે બધું જ પૂર્ણ છે ” આ ઉપરાંત તેમને છેલ્લે રેડ હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કર્યું છે. આ તસવીરો હવે ખુબ જ વાયરલ થઇ રહી છે.
તસવીરો પોસ્ટ કર્યાના થોડા દિવસમાં જ 2 લાખ કરતા પણ વધારે લોકો તેમની તસવીરોને લાઈક કરી ચુક્યા છે. આ ઉપરાંત ઘણા બધા લોકો તેના પર કોમેન્ટ કરીને તેમની જોડીને વખાણ પણ કરતા જોવા મળે છે. ઘણા લોકોએ કોમેન્ટ કૈરને આ કપલને રામ અને સીતાની જોડી તરીકે પણ ગણાવી છે. તો ઘણા લવલી કપલની પણ કોમેન્ટ કરી રહ્યા છે.
આ ઉપરાંત બે દિવસ પેહલા જ જયારે ખજુરભાઈની સાથે હંમેશા ઉભા રહેતા તેમના ભાઈ તરુણ જાનીનો જન્મ દિવસ હતો ત્યારે પણ મીનાક્ષી દવેએ એક તસ્વીર પોસ્ટ કરીને તરુણ જાનીને જન્મ દિવસની શુભકામના પાઠવી હતી. આ તસ્વીરમાં નીતિનભાઈ, તરુણભાઇ અને મીનાક્ષી જોવા મળી રહ્યા હતા. ત્યારે આ તસવીરને જોઈને ચાહકોએ આ ત્રણેયને રામ સીતા અને લક્ષ્મણ પણ ગણાવ્યા હતા.