“તારક મહેતા” ફેમ દિશા વાકાણીની સુંદર વીરાની પત્નીની આગળ ફેલ છે હિરોઇનો, હસીન ચહેરાથી કરે છે ઘાયલ

તમને વિશ્વાસ નહિ આવે, આટલી સુંદર પત્ની છે જેઠાલાલના સાળા સુંદર લાલની…જુઓ PHOTOS

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ તેના 3 હજાર એપિસોડ પણ થોડા સમય પહેલા પૂર્ણ કર્યા છે.

આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય પણ છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. તેવું જ શોમાં એક પાત્ર છે મયૂર વાકાણીનું..

શોમાં દયાબેનના સુંદર વીરા મયૂર વાકાણી બતાવવામાં આવ્યા છે, તમને જણાવી દઇએ કે, રિલ લાઇફ નહિ પરંતુ રિયલ લાઇફમાં પણ દિશા અને મયૂર ભાઇ બહેન છે. બંને ભાઇ-બહેનની સુપર હિટ જોડી જેટલી ટીવી સ્ક્રીન પર હિટ છે તેટલી જ ઓફસ્ક્રીન મયૂર વાકાણી અને તેની પત્નીની જોડી હિટ છે. બંને સાથે ઘણા કમાલના લાગે છે.

મયૂર વાકાણાની પત્નીનું નામ હેમાલી મયૂર વાકાણી છે. હેમાલી લાઇમલાઇટથી દૂર રહે છે પરંતુ તે કોઇ અભિનેત્રીથી કમ નથી. હેમાલીએ પોતાને ઘણુ મેનટેન રાખ્યુ છે. મયૂર અને હેમાલી બંને એક દીકરા અને એક દીકરીના પેરેન્ટ્સ છે.

મયૂર વાકાણીની જેમ તેમની પત્ની પણ કલાકાર છે. મયૂર એક મૂર્તિકાર છે. જેમણે પીએમ નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવી હતી. ઠીક એમ જ તેમીન પત્ની હેમાલી પણ એક મૂર્તિકાર છે. પેંટિંગ અને સ્કેચિંગમાં તે પતિની જેમ માહિર છે.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો સતત 12-13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે અને આ શો હવે લગભગ દરેક ઘરની પહેલી પસંદ પણ છે. આમ તો શોના દરેક પાત્રો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે પરંતુ તેમાં જેઠાલાલ અને દયાભાભીની વાત કંઇ અલગ છે.

દયાભાભીએ આ શોથી હાલ દૂરી બનાવી લીધી છે. ઘણીવાર તેમની વાપસીના સમાચાર પણ વહેતા થતા રહેતા હોય છે. પરંતુ હાલ તો શોમાં તેમની વાપસી થઇ નથી. આ શોમાં જેઠાલાલ અને દયાભાભીને ઘણા પસંદ કરવામાં આવે છે.

ટીવીનો લોકપ્રિય અને ચર્ચિત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષોથી સતત દર્શકોનું મનોરંજન કરતો રહ્યો છે. આ શોના દરેક પાત્રોએ દર્શકોના દિલમાં એક ખાસ ઓળખ બનાવી લીધી છે.

Shah Jina