શુભમન ગિલની સદી, શમીની પાંચ વિકેટ સાથે ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત સાથે શાનદાર શુરુઆત

મોહમ્મદ શમીની પાંચ વિકેટ પછી, ભારતે શુભમન ગિલની મજબૂત ઇનિંગ્સના દમ પર ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પેહલી મેચમાં જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતી વખતે બાંગ્લાદેશે 228 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાએ 46.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને સ્કોરનો પીછો કર્યો.

ગિલે 129 બોલમાં અણનમ 101 બનાવ્યા. તેની ઇનિંગ્સમાં, તેણે નવ ચોગ્ગા અને બે સિક્સર ફટકાર્યા.બાંગ્લાદેશે ટોસ જીત્યો અને બેટિંગ કરવાનું નક્કી કર્યું, પરંતુ શમી, હર્ષિત રાણા અને ત્યારબાદ અક્ષર પટેલે તેમની હાલત ખરાબ કરી. બાંગ્લાદેશ 35 રનમાં જ તેમની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન, અક્ષર પટેલ હેટ્રિક ચૂકી ગયો હતો. નાવમાં ઓવેરના ચોથા બોલ પર રોહિત શર્માએ કેચ છોડ્યો હતો જેથી અક્ષર પટેલ ઇતિહાસ રચવાથી રહી ગયો હતો.

અહીંથી, ઝાકીર અલી અને તોહીત હૃદયએ ઇનિંગ્સ સંભાડી અને છઠ્ઠી વિકેટ માટે 154 -રન ભાગીદારી કરી. ઝાકીરે 68 રન બનાવ્યા અને તૌહિતે 100 રન બનાવ્યા. શમીએ પાંચ વિકેટ લીધી. રાણાને ત્રણ સફળતા મળી. પટેલનો હિસ્સો બે વિકેટ આવ્યો.ભારતને 229 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

રોહિત અને ગિલે તોફાની શરૂઆત કરી હતી. ફરી એકવાર, રોહિત ઝડપી રમવાની પ્રક્રિયામાં અડઘી સદી પૂર્ણ કરી શક્યો નહીં. તસ્કિન અહમદે 41 રનના સ્કોર પર રોહતિને આઉટ કર્યો હતો. કોહલી ફક્ત 22 રન બનાવી શક્યો અને ઐયરને 15 રન પર આઉટ થઇ ગયો.

દરમિયાન, ગિલે તેની અડધી સદી પૂર્ણ કરી. અક્ષર પટેલ પણ વહેલી તકે પેવેલિયનમાં પાછો ફર્યો. અહીંથી, ગિલ અને રાહુલે 87 -રન ભાગીદારી શેર કરી. બંને અણનમ પરત ફર્યા. ગીલની 101 રનની શાનદાર ઇનિંગ્સથી ભારતે સરળતાથી જીત મેળવી.

Devarsh