જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 7 જૂનના રોજ ગ્રહોના સેનાપતિ મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શનિવારના રોજ મંગળ ગ્રહ બપોરના 2.28 વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળનું આ ગોચર 3 રાશિના જાતકોને અણધારી સફળતા અપાવી ધનલાભ કરાવશે. હવે મંગળ 7 જૂનથી સિંહ રાશિમાં પ્રવેશ કરીને ત્યાં 28 જુલાઈ 2025 સુધી રહેશે. લગભગ બે મહિનાની આ અવધિ કેટલીક રાશિઓ માટે ખુશીઓથી ભરેલી સાબિત થશે. તેમને ધન, સંપત્તિ અને સમાજમાં માન-સન્માન મળશે.
મંગળનું આ ગોચર ખૂબ શુભ માનવામાં આવે છે. આ સમયગાળો કેટલીક રાશિઓ માટે ભાગ્યોદય અને સફળતાનો સંકેત આપી રહ્યો છે. મંગળને યુદ્ધ, સેનાદળ, ઉત્સાહ અને પરાક્રમનો કારક માનવામાં આવે છે. તે ટેક્નોલોજી, વીજળી અને લડાઈ-ઝઘડામાં પોતાનો પરિચય કરાવે છે. જો મંગળ શુભ સ્થિતિમાં હોય તો ખૂબ જ સારા પરિણામ આપે છે. પરંતુ જો તેની સ્થિતિ અશુભ હોય તો પરિણામ પણ નકારાત્મક હોય શકે છે.
તુલા રાશિ
તુલા રાશિમાં મંગળનું ગોચર આ રાશિના જાતકો માટે શુભ ફળ લાવનાર હશે. કામકાજની જગ્યા પર તમારી કામગીરી પહેલાં કરતા વધુ સારી બની જશે. તમે તમારા ખાલી પ્લોટ પર બિલ્ડિંગ બનાવવાનું કામ શરૂ કરી શકો છો. તમારું આરોગ્ય સારું રહેશે અને જૂની બીમારીથી રાહત મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. વેપારમાં નવા સોદાઓ મળવાથી નફો વધશે. ઉત્તમ પરિણામો માટે દરરોજ મધથી ભગવાન શિવનો અભિષેક કરો.સારા ફાળોની પ્રાપ્તિ થશે.
સિંહ રાશિ
મંગળનું ગોચર સિંહ રાશિના જાતકો માટે કુંડળીના પહેલા ભાવમાં થવાને કારણે તમારો સમય ખૂબ અનુકૂળ રહેશે. જે ખુશખબરીની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે તક હવે તમને મળી શકે છે. પગાર વધારાની સાથે પ્રમોશનના યોગ છે. કામકાજમાં લાભ જ લાભ જોવા મળશે. જીવનસાથી સાથે ટ્યુનિંગ સારી રહેશે. બાળકો સાથે બહાર ફરવા જવાની શક્યતા છે. સારા પરિણામ માટે કોઈપણ વસ્તુ ફ્રીમાં ન લો.
મિથુન રાશિ
મંગળના આશીર્વાદથી 7 જૂન બાદ મીઠું રાશિના જાતકો સ્પર્ધામાં તમારા તમામ વિરોધીઓને પાછળ છોડી દેશો. તમારી મહેનત અને લગનથી બોસ ખુશ થશે અને તમને મોટી જવાબદારી આપી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે. તમારી મીઠી વાણી તમને કરિયરમાં આગળ લઈ જશે. શાસન સંબંધિત મામલામાં પણ લાભદાયી પરિણામ મળશે. ગુસ્સો, અહંકાર અને હઠથી બચવું જરૂરી છે.નહીં તો તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમને નુકસાન પહોંચાડી શકે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)