અજબ પ્રેમની ગજબ કહાની, 9 વર્ષથી યુવક યુવતી વચ્ચે ચાલતો હતો પ્રેમ, યુવતીના પરિવારજનો ખુશ નહોતા, પરીક્ષા આપવા ગઈ દીકરી અને ત્યાંથી ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી.. મંદિરમાં જઈને કર્યા લગ્ન.. જુઓ તસવીરો
ઇન્ટરનેટ પર ઘણા લોકોની પ્રેમ કહાનીઓ સામે આવતી હોય છે. કેટલીક પ્રેમ કહાનીઓ એવી પણ હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ઘણા લોકો પ્રેમમાં એ હદ સુધી પાગલ બની જતા હોય છે તેમને તેમના પાર્ટનર સિવાય બીજું કઈ જ દેખાતું પણ નથી હોતું. ત્યારે હાલ એવી જ એક કહાની સામે આવી છે જેને સોશિયલ મીડિયાનો માહોલ ગરમ કર્યો છે.
UPના હમીરપુર જિલ્લાના રથ કોતવાલી વિસ્તારમાં પરીક્ષા આપવા ગયેલા BSC ફાઈનલની વિદ્યાર્થીની પોતાની પરીક્ષાનું પેપર છોડીને પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્યાં તેણીએ તેના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ કરી. પોલીસ સ્ટેશનમાં પ્રાર્થના પત્ર આપ્યા બાદ મંદિરમાં તેમને વરમાળા પહેરાવીને લગ્ન કર્યા. આ પછી તે તેના સાસરે ગઈ હતી. શહેરના પઠાણપુરા વિસ્તારમાં રહેતી ખ્યાતીને વિસ્તારના આશિષ સાથે નવ વર્ષથી પ્રેમસંબંધ હતો. અલગ-અલગ જાતિના કારણે બંનેના પરિવાર લગ્ન માટે તૈયાર ન હતા.
જેના બાદ ગત બુધવારે ખ્યાતી એક કોલેજમાં પરીક્ષા આપવા માટે ગઈ હતી. તેના પિતા તેને કોલજે મુકીને આવ્યા. પિતાના ગયા પછી ખ્યાતિ પરીક્ષા આપ્યા વિના પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. આશિષ પણ ત્યાં પહોંચ્યો. જ્યાં બંનેએ પોતે પુખ્ત હોવાનું કહી લગ્ન કરવાનો આગ્રહ રાખ્યો હતો. પોલીસે બંનેના સંબંધીઓને બોલાવ્યા. ખ્યાતીના સંબંધીઓ આ લગ્ન માટે સહમત ન હતા. પ્રેમી અને પ્રેમિકાની લેખિત સંમતિ આપતાં પોલીસે બંનેને યુવકના પરિવારજનોને સોંપ્યા હતા.
પડવ ચૌરાહા સ્થિત શક્તિ મંદિર ખાતે ખ્યાતિ અને આશિષે એકબીજાને હાર પહેરાવ્યા હતા. આ દરમિયાન તેને જોઈને ખુશીનો માહોલ છવાયો હતો. લગ્ન થયા બાદ આશિષના પરિવારજનો બંનેને ઘરે લઈ ગયા હતા. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ભરત કુમારે કહ્યું કે બંને પુખ્ત વયના હતા અને પોતાની મરજીથી ગયા છે. તેમણે કહ્યું કે જ્યારે તેણે બંનેની પૂછપરછ કરી તો તેઓએ એકબીજા પ્રત્યેના પ્રેમનો ઉલ્લેખ કર્યો અને સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. આ પછી પોલીસે બંનેના પરિવારજનોનો સંપર્ક કર્યો. બંનેએ પોતાની મરજીથી લગ્ન કર્યા હતા.
ખ્યાતિ અને આશિષ લગ્ન પછી ખૂબ જ ખુશ છે. ખ્યાતીએ કહ્યું કે તેની પરીક્ષા ચૂકી જવા બદલ તેણીને થોડો અફસોસ છે, પરંતુ અપેક્ષા છે કે તેને જીવનની પરીક્ષા પાસ કરી છે. એ જ રીતે, હું પણ BSC પરીક્ષા પાસ કરીશ. બીજી તરફ આશિષે કહ્યું કે નવ વર્ષના પ્રેમપ્રકરણ બાદ હવે અમે એકબીજાના બની ગયા છીએ. બંનેનો પ્રેમ ઘણો આગળ વધી ગયો હતો. ખ્યાતિની સુરક્ષા પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તે કોઈપણ ભોગે આશિષને પોતાનો બનાવવા માંગતી હતી.