મેટ્રોમાં જોવા મળી મોંજુંલિકા, ભૂતનું સ્વરૂપધારણ કરેલી મહિલાને જોઈને લોકો ઉભી પુછડીએ ભાગવા લાગ્યા, વાયરલ થયો વીડિયો, જુઓ

મોંજુંલિકા બનીને મેટ્રોમાં પહોંચી મહિલા, લોકોનો પણ છૂટી ગયો પરસેવો, હકીકત સામે આવી તો રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો

ભૂતની બીક દરેક વ્યક્તિને લાગતી હોય છે, ખાસ કરીને રાતના અંધારામાં એકલા હોઈએ ત્યારે જો કોઈ વસ્તુનો અવાજ આવે તો પણ આપણે ભૂત છે એમ સમજીને ડરી જતા હોઈએ છીએ. ત્યારે ઘણા લોકો પ્રેન્ક વીડિયો પણ બનાવતા હોય છે અને તેમાં તે ભૂતની એક્ટિંગ કરતા પણ જોવા મળતા હોય છે અને આવા પ્રેન્કથી ઘણા લોકો ડરી પણ જતા હોય છે.

થોડા સમય પહેલા આવેલી ફિલ્મ “ભૂલ ભુલૈયા” તો તમને યાદ જ હશે. આ ફિલ્મનો બીજો ભાગ પણ આવ્યો અને બંને ફિલ્મમાં એક પાત્ર લોકો આજે પણ નથી ભૂલ્યા અને એ પાત્ર હતું મોંજુંલિકાનું. જેને પડદા પર જોઈને જ લોકોના રૂંવાડા ઉભા થઇ જતા હતા ત્યારે હાલ વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં મેટ્રો ટ્રેનમાં મોંજુંલિકા જોવા મળે છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક છોકરી ફિલ્મ “ભૂલ ભુલૈયા”ની વિદ્યા બાલન એટલે મોંજુંલિકાના કપડાં પહેરીને મેટ્રોમાં આવે છે, તે મોંજુંલિકાની જેમ લોકોને ડરાવી રહી છે અને લોકો પણ તેને જોઈને ડરના માર્યા આમ તેમ ભાગવા લાગે છે. આ ઉપરાંત વીડિયોમાં સ્ક્વોડ ગેમ અને મનીહાઈટ્સના કેરેક્ટર પણ આવતા જોવા મળે છે. ત્યારે આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા જ હડકંપ મચી ગયો હતો. ઘણા લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપવા લાગ્યા હતા. પરંતુ આ વીડિયોની જયારે હકીકત સામે આવી ત્યારે લોકો પણ હેરાન રહી ગયા હતા. આ કોઈ પ્રેન્ક વીડિયો નહોતો પરંતુ એક જાહેરાતનો વીડિયો હતો. બોટ હેડફોન દ્વારા આ ક્રિએટિવ જાહેરાત કરવામાં આવી, જે હાલ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel