જ્યોતિષશાસ્ત્ર અનુસાર, અગ્નિ તત્વની રાશિઓ ધરાવતા લોકો માટે મંગળ અને કેતુની આ યુતિ વિશેષ સાવચેતી રાખવાનો સંકેત આપે છે. આ રાશિના જાતકોને આર્થિક બાબતો, સ્વાસ્થ્ય અને વ્યાવસાયિક જીવનમાં અણધાર્યા મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જેઓ ઉતાવળમાં નિર્ણયો લે છે અથવા અન્યો પર આંધળો વિશ્વાસ મૂકે છે, તેમને મોટું નુકસાન થઈ શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે મતભેદ અને ગુપ્ત શત્રુઓથી બચીને રહેવાની સલાહ આપવામાં આવી છે. આ યુતિ દરમિયાન નાણાકીય વ્યવહારો અને સ્વાસ્થ્ય પ્રત્યે જરાય બેદરકારી દાખવવી હિતાવહ નથી. ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધીને જ જોખમી પરિસ્થિતિઓથી બચી શકાય છે.

મેષ રાશિ:
મેષ રાશિના જાતકો માટે મંગળ અને કેતુની આ યુતિ બિલકુલ શુભ નથી, કારણ કે મંગળ આ રાશિનો સ્વામી ગ્રહ છે અને મેષ એ અગ્નિ તત્વની રાશિ પણ છે. કેતુની છાયા પડતા જ મંગળ તમારા માટે આર્થિક નુકસાન અને ફાલતું ખર્ચમાં વધારો જેવી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તેથી, નાણાકીય બાબતોમાં તમારે અત્યંત સાવચેતીથી કામ લેવું પડશે. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો અને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન બનો. કાર્યક્ષેત્રે સહકર્મીઓ સાથે મતભેદ થવાનું જોખમ છે, જેથી દર મંગળવારે હનુમાન ચાલીસા કે બજરંગ બાણનો પાઠ કરવાનું હિતાવહ રહેશે.

સિંહ રાશિ:
સિંહ રાશિ પણ અગ્નિ તત્વની રાશિ છે અને તેના સ્વામી સૂર્ય છે, જ્યાં હવે મંગળ અને કેતુની યુતિ થવા જઈ રહી છે. આ રાશિના જાતકો માટે દુર્ઘટના, જોખમ અને માનસિક તણાવ મોટી સમસ્યાઓ બની શકે છે, ખાસ કરીને બીજાના વાહન માંગીને ચલાવવા કે કારણવગર જોખમ લેવાથી બચવું. કામકાજ મામલે ભાગદોડ વધી શકે છે, પરંતુ નાની નાની વાતો પર તણાવ લેવાનું ટાળવું. પૈસાની લેવડદેવડ અને વાણીમાં સંયમ રાખો. ઉતાવળ અને આંખ મીંચીને ભરોસો કરનારા લોકો દગો ખાઈ શકે છે, તેથી દરરોજ સવારે તાંબાના લોટાથી સૂર્યદેવને અર્ધ્ય આપવો.

ધન રાશિ:
ધન રાશિના સ્વામી મંગળ છે અને આ રાશિને પણ અગ્નિ તત્વ સાથે જોડવામાં આવે છે, જેના કારણે સિંહ રાશિમાં બનેલી આ યુતિની નકારાત્મક અસર અહીં પણ વર્તાશે. આ રાશિના જાતકોએ કરજ, રોગ અને શત્રુ બાધા જેવી પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર વિરોધીઓ તમારી મુશ્કેલીઓ વધારશે અને જરૂરી કાર્યોમાં અડચણો આવી શકે છે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખો. કોર્ટ કચેરી સંલગ્ન મામલાઓમાં પણ મોટો ઝટકો મળી શકે છે, તેથી ગુરુવારના દિવસે ‘ॐ बृं बृहस्पतये नमः’ મંત્રનો 108 વખત જાપ કરવો.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)