...
   

સુરતમાં સ્ટંટ: ફૂલ સ્પીડમાં ચાલતી બોલેરો પીકના બોનેટ પર શાહી અંદાજમાં બેઠા, કેમેરાને જોઈને કર્યું એવું કામ કે… જુઓ વીડિયો

સુરતમાં નબીરો ભાન ભુલ્યો, ચાલુ પીકઅપના બોનેટ પર જોખમી અંદાજમાં બેઠો, વીડિયો વાયરલ થતા જ પોલીસ કરી લાલ આંખ

Man Was Sitting On The Bonnet : આજકાલ લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કોઈપણ હદ સુધી જતા હોય છે. ઘણા લોકો વાયરલ થવાના ચક્કરમાં એવા એવા સ્ટન્ટ કરતા હોય છે કે તેઓ પોતાની સાથે સાથે બીજાના જીવનને પણ જોખમમાં મૂકી દેતા હોય છે, ત્યારે આવા લોકોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસ પણ કાર્યવાહી કરતી હોય છે. ત્યારે હાલ આવો જ એક વીડિયો ડાયમંડ સીટી સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ પીકઅપ બોલેરોના બોનેટ પર બેઠેલા જોવા મળે છે.

આ ઘટના સમયે આવી છે સુરતના ડિંડોલી વિસ્તારમાંથી, જ્યાં રોડ પર ફૂલ સ્પીડમાં દોડી રહેલી બોલેરો પીકઅપના બોનેટ પર એક વ્યક્તિ શાહી અંદાજમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. ત્યારે આ દરમિયાન બાજુમાંથી પસાર થતા એક વાહન ચાલકે આ ઘટના પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરવા માટે મોબાઈલ બહાર કાઢ્યો, બોલેરોના બોનેટ પર બેઠેલા વ્યક્તિની જેવી જ નજર વીડિયો ઉતારનાર પર પડી કે તરત તે મંકી સ્ટાઇલમાં ચાલુ ગાડીએ જ ગાડીની અંદર બેસી ગયો.

ત્યારે સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો જંગલની આગની જેમ વાયરલ થઇ ગયો હતો. વાયરલ થતા જ તે પોલીસના હાથમાં પણ આવ્યો અને આ મામલે ડીંડોલી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને વીડિયોના આધારે પોલીસે તાત્કાલિક શોધખોળ કરી ગાડીના ચાલક અને બોનેટ પર બેઠેલા બંને વ્યક્તિ મુકેશ સંજય બુવા અને નૌશાદ નઈમખાન આલમની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ ઘટના ગત તા.15 મે 2024ના સાંજના સાતેક વાગ્યાના અરસાનો ડીંડોલી પ્રમુખ પાર્ક ઓવરબ્રિજ ખાતેનો હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકારના જોખમી સ્ટન્ટ કરવા અને કાયદાનો ભંગ કરવા બદલ પીક-અપ ગાડીના ડ્રાઇવર તથા ગાડીના બોનેટ ઉપરથી કેબિનમાં આવતા ઇસમને પોલીસે ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Niraj Patel