બરફથી જામી ગયેલા તળાવની નીચે આ વ્યક્તિ કરી રહ્યો હતો સ્વિમિંગ, પરંતુ પછી જે થયું તે જોઈને તમારા શ્વાસ પણ અટકી જશે, જુઓ વીડિયો

ઘણા લોકો એવા હોય છે જે એવા એવા સ્ટન્ટ કરતા હોય છે કે જોનારના પણ પરસેવા છૂટી જતા હોય છે. આવા ઘન સ્ટેન્ટના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણીવાર કેટલાક સ્ટન્ટ લોકો માટે જોખમ રૂપ પણ બની જાય છે અને ઘણીવાર તો આવા સ્ટન્ટ જીવલેણ પણ બને છે. હાલ એવા જ એક સ્ટન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એક વ્યક્તિ ગિરફથી જામી ગયેલા એક તળાવની નીચે ટ્રાઇ રહ્યો છે. આ વીડિયોને જોઈને કોઈપણ હેરાનીમાં આવી જાય. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે ઝીલની નીચે તરતો આ વ્યક્તિ ઘણીવાર બહાર નીકળવાનો પ્રયાસ પણ કરે છે, અને રસ્તો પણ શોધે છે.

વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ એક થીજી ગયેલા તળાવની અંદર જાય છે. ઉપર બરફની જાડી ચાદર છે. તેને એક બાજુથી બીજી બાજુ પાર કરવાનું હોય છે, પરંતુ તેને ધાર્યું હતું તેમ કશું થતું નથી. તે પાણીની વચ્ચે ફસાઈ જાય છે. ઉપર બરફ છે, તેઓ નીચે પાણીમાં ખોવાઈ જાય છે. તેના મિત્રો તેને બચાવવા માટે બરફ તોડવાનો પ્રયાસ કરે છે. પણ તે તૂટતો નથી.

 

View this post on Instagram

 

A post shared by Boris Oravec (@oravecboris)

જ્યારે તેઓને ખબર પડે છે કે તેઓ પાર કરી શકતા નથી, ત્યારે તેઓ ફરી પાછા આવે છે. એક દોરડું બાંધેલું છે, જેને પકડીને તે બહાર નીકળવા માટે પાછા ફરે છે. બહાર આવતાની સાથે જ તે લાંબો શ્વાસ લે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટંટ સ્લોવાકિયામાં ફિલ્માવવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થીજી ગયેલા તળાવમાં સ્ટંટ કરનાર બોરિસ ઓરાવેક બોલ હોકીમાં ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન છે. તે ક્રોસ ફીટ એથલીટ અને રેડ બુલ આઈસ ક્રોસ એથલીટ છે.

Niraj Patel