આ બહાદુરી છે કે પછી બેવકૂફી ! ટ્રકની આગળ લટકી ફોન પર વાત કરી રહ્યા હતા કાકા, વીડિયો વાયરલ થયા બાદ લોકોએ આપી આવી પ્રતિક્રિયા

‘ચાચા ખર્ચ હો જાઓગે…’ રસ્તા પર દોડતા ટ્રક આગળ ઊભા રહી મોબાઇલ ચલાવતા વ્યક્તિનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયાની દુનિયા અવાર નવાર લોકોને હેરાન-પરેશાન કરતી રહે છે. ક્યારેક કોઈ બાળક એક ઈમારત પરથી બીજી ઈમારત પર કૂદતું જોવા મળે છે તો ક્યારેક કોઈ ચાલતી ટ્રેનના ફાટક પર લટકીને મોતને પડકારતું જોવા મળે છે. ત્યારે હાલમાં એક હેરાન કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી કોઇ પણ મૂંઝવણમાં પડી જાય કે આને બહાદુરી કહેવી કે મૂર્ખતા.

ચાલતી ટ્રકની આગળ હિંમતભેર ઊભા રહ્યા કાકા 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ લોકોનું માથું ચકરાવી દીધુ છે. કેટલાક લોકો વીડિયો પર હસી રહ્યા છે તો કેટલા કહી રહ્યા છે કે આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ, આ અકસ્માતોનું કારણ બને છે. જ્યારે કેટલાક યુઝર્સે આનંદમાં લખ્યું કે એવું લાગે છે કે કાકાએ ઉતાવળમાં ફાંસી લગાવી લીધી.

આને બહાદુરી કહેવી કે મૂર્ખતા

જો કે, આવી કડકડતી શિયાળામાં ટ્રકની સામે ઉભા રહીને હિંમતભેર મુસાફરી કરવી ખરેખર જોખમી છે. આ ચોંકાવનારો વિડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં જોઇ શકાય છે કે કાકા ખૂબ આનંદ સાથે ચાલતી ટ્રકની આગળ ઊભા છે અને ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- આ બોલિવૂડની ફિલ્મની એક્શન કરતાં 100 ગણું સારુ છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

બીજા એક યુઝરે લખ્યું- આ ધમાલ 3નો લીક થયેલો સીન છે. અન્ય એક યુઝરે લખ્યું- અમે ભારતીય છીએ, અમને મોત સાથે રમવું ગમે છે. જ્યારે અન્ય એકે લખ્યું – આ કાકા ઉત્તર પ્રદેશના છે, તે ઉતાવળમાં ક્યાંક જઈ રહ્યા છે અને ક્યાં બેસવાનું એ ભૂલી ગયા છે. જ્યારે કેટલાક યુઝર્સે પૂછ્યું કે તેમને ઠંડીથી કોણ બચાવશે.

Shah Jina