પ્રેમિકાના બાથરૂમમાંથી રોજ રાતે આવતી હતી ખરાબ દુર્ગંધ, પછી પ્રેમી સામે આવી ભયાનક હકીકત

ઘર ખરીદવું દરેક લોકો માટે એક સુંદર સપનું હોય છે. દરેક કોઈ ઇચ્છતું હોય છે કે તે પોતાના સપનાનું ઘર બનાવે. જો કે તે ખરીદતા પહેલા તેના વિશેની જાણકારી મેળવવી ખુબ જરૂરી છે, કેમ કે ઘણીવાર ઘર વિશેની પૂરતી જાણકારી ન હોવી લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. એવું જ કંઈક પેન્સિલવેનિયામાં રહેનારી ટ્રેસી દૌડ઼સ સાથે બન્યુ છે.

આજના આધુનિક યુગમાં લોકો લગ્ન પહેલા જ લિવ ઈન રિલેશનમાં રહેતા હોય છે. એવામાં ટ્રેસી પણ પોતાના પ્રેમી સાથે ઘણા સમયથી લિવ ઇનમાં રહેતી હતી. બંને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા અને બંને વચ્ચે સારી એવી બોન્ડિંગ હતી. ટ્રેસી પોતાના પ્રેમીને કોઈ શાનદાર ગિફ્ટ આપવા માંગતી હતી માટે તેણે એક સુંદર ઘર ખરીદ્યું અને પોતાના પ્રેમીને ભેંટમાં આપ્યું હતું. ઘર ખરીદ્યા પછી બંનેએ પોતાની ઇચ્છાનુસાર તેને સજાવ્યું અને બંને આ ઘરમાં એકસાથે રહેવા લાગ્યા.

અમુક સમય પછી ટ્રેસીના પ્રેમીને અહેસાસ થયો કે તેના બાથરૂમમાંથી ખરાબ દુર્ગંધ આવી રહી છે. તેના પ્રેમીને લાગ્યું કે રોજ ટ્રેસી એવું તે શું કામ બાથરૂમમાં કરે છે કે આવી ખરાબ દુર્ગંધ આવે છે.તેને લાગ્યું કે કદાચ બાથરૂમમાં કોઈ પ્રાણી મરી ગયું હશે જેને લીધે આટલી ખરાબ વાસ આવે છે. એવું માનીને ટ્રેસીના પ્રેમીએ બાથરૂમમાં ખુબ તપાસ કરી પણ કઈ જ ન મળ્યું.ખરાબ દુર્ગંધ રોજ વધતી જઈ રહી હતી અને અસહ્ય બની ગઈ હતી.

અંતે પ્રેમીએ ખોદકામ શરૂ કર્યું અને જે વસ્તુ તેમાંથી બહાર નીકળી તે જોઈને તે હેરાન રહી ગયો હતો. ખોદકામમાં કોઈ પ્રાણી નહિ પણ માનવ શરીરનું કંકાલ મળી આવ્યું હતું. જે ઘણા સમયથી અહીં દફન હતું જેને લીધે બાથરૂમમાં દુર્ગંધ આવી રહી હતી. સમગ્ર ઘટના તેણે ટ્રેસીને જણાવી અને તરત જ તેણે પોલીસને ફોન કર્યો અને ઘટનાની સૂચના આપી. તપાસમાં સામે આવ્યું કે આ મૃત શરીર ઘણા દિવસોથી અહીં છુપાવવામાં આવ્યું હતું અને ખુબ જ સડી ગયું હતું. આ ઘટનાથી ટ્રેસી પણ ખુબ ગભરાઈ ગઈ હતી. પોલીસ મળેલા મૃત શરીરની તપાસ કરી રહી છે અને ફોરેન્સિક જાંચ માટે મોકલી દીધું છે.

Krishna Patel