તેજ વહી રહેલી નદીમાં આ છોકરાએ ઉતારી દીધુ પલ્સર બાઇક, આગળ જે થયુ તે કોઇ વિચારી પણ નહિ શકે ! જુઓ વીડિયો

પલ્સર બાઇક લઇને તેજ વહી રહેલી નદીમાં ઉતરી ગયો છોકરો, એક્સીલેટર દબાવ્યુ, હેલ્મેટ પહેર્યુ અને પછી…

દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં લોકોને હજુ પણ મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરવો પડે છે. જો કે, ઘણીવાર એવું થાય છે કે જ્યારે લોકો કુદરતી કારણોસર તેનાથી વંચિત રહે છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોના કેટલાક અદ્ભુત પરાક્રમોના વીડિયો જોઈને લોકો પણ હેરાન રહી જાય છે. ત્યારે આવો જ એક વીડિયો હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક છોકરો તૂટેલા પુલને કારણે તેની પલ્સર બાઇક નદીમાંથી આગળ લઇ જાય છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, એક છોકરો હેલ્મેટ પહેરીને પુલ પાસે પહોંચતો જોવા મળે છે. આ પુલ નદીના કિનારે બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે તૂટેલો જણાતા છોકરાએ પુલ પાર ન કર્યો અને તે પલ્સર બાઇક લઈને નદીમાં પડ્યો અને પુલના એક છેડેથી બીજા છેડે પહોંચ્યો. જ્યારે તેણે તેની બાઇક નદીમાં ઉતારી ત્યારે લોકો પણ આ વીડિયો જોઇ સ્તબ્ધ થઈ ગયા કારણ કે એવું લાગતું હતું કે તે પડી જશે. પરંતુ તેણે ખૂબ જ બળપૂર્વક બાઇકને નદીની અંદર હંકારી દીધી અને પેલે પાર ગયો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો આસામનો છે. ત્યાં એક નદી પાસે બનેલા તૂટેલા પુલને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. ગુજ્જુરોક્સ પણ આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વીડિયોને ટ્વિટર પર “Motor Octane” નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં તમે જોયું કે કેવી રીતે એક વ્યક્તિ તેનું બાઇક નદીમાં ઉતારે છે અને પછી ઝડપથી પાણીમાં ચલાવે છે. આ આખું દ્રશ્ય જોઈને તમે પણ બૂમ પાડી દેશો. વીડિયો પોસ્ટ કરતી વખતે, કેપ્શનમાં લખ્યું છે કે, જહાં ચાહ હૈ, વહી રાહ હૈનું સટીક ઉદાહરણ. આના પર વિચારો? ખૂબ સ્માર્ટ કે ખૂબ જોખમી?”

Shah Jina