રસ્તા ઉપર બાઈક સવારને નડ્યો અકસ્માત, મદદ કરવા માટે ગયો આ ભલો માણસ, પરંતુ થયું એવું કે મંગાવી પડી પોતાને જ મદદ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ અવનવા વીડિયો શેર કરવામાં આવે છે અને તેમાંથી કેટલાક વીડિયો તો એવા હોય છે જેને જોઈને આપણે પેટ પકડીને હસવા માટે પણ મજબુર થઇ જતા હોઈએ છીએ, ઘણીવાર આપણે જોયું હશે કે રોડ ઉપર કોઈ અકસ્માત થાય ત્યારે લોકો મદદ કરવા માટે ઉમટી પડતા હોય છે, પરંતુ ક્યારેક મદદ કરવા જવી પણ મુસીબત બની જતી હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો રોડ અકસ્માત સાથે સંબંધિત છે. આ વીડિયોમાં શું થાય છે તે જોઈને તમે હસીને થાકી જશો. આ જોયા પછી પણ તમારું હસવાનું  અટકશે નહીં. વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર વાહનો મુક્તપણે ફરી રહ્યા છે અને બધું સામાન્ય સ્થિતિમાં છે.

આ દરમિયાન એક કાર સ્કૂટી સાથે અથડાય છે. જેના કારણે સ્કુટી સવાર તેની સ્કૂટી સાથે રોડની બાજુમાં પડી જાય છે. સદનસીબે આ નાના અકસ્માતમાં સ્કુટીના ચાલકને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. તે કોઈક રીતે પોતાની જાતને સંભાળીને ઉભો રહે છે. આ અકસ્માત થતાં જ લોકો તેની મદદ માટે ત્યાં પહોંચી જાય છે. અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું, પણ પછી જે થયું તે ખૂબ જ રમુજી છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

તમે જોઈ શકો છો કે કેટલાક લોકો પીડિતની મદદ માટે ત્યાં પહોંચે છે, તેમાંથી એક સ્કૂટી ઉપાડીને કિનારે પાર્ક કરવા જઈ રહ્યો છે. જો કે, સ્કૂટીને બાજુમાં મૂકવાને બદલે, તે રેસ દબાવી દે છે. જેના બાદ તે નિયંત્રણ ગુમાવે છે. તમે જોઈ શકો છો કે જે યુવક મદદ માટે આવ્યો હતો, તે પોતે જ અકસ્માતમાં પડી જાય છે. તે જોવામાં ઘણી મજા આવે તેવું લાગે છે. વીડિયોમાં સૌથી મજાની વાત હવે થાય છે. તમે જોઈ શકો છો કે જે વ્યક્તિનો અકસ્માત થાય છે, તે પાછળથી તેને બચાવવા આવનાર વ્યક્તિને મદદ કરવા દોડી આવે છે.

Niraj Patel