કાળઝાળ ગરમીમાં પાણીના બે ટીંપા માટે તડપી રહેલી ચકલીનો ભાવુક કરી દેનારો વીડિયો શેર કરીને IAS અધિકારીએ કહ્યું, “દો બુંદ જિંદગી કે”, જુઓ

હાલ આકાહ દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે, આવી ગરમીમાં સામાન્ય માણસથી લઈને દરેક વ્યક્તિ ખુબ જ હેરાન થઇ રહ્યો છે, છતાં પણ ગરમીથી રક્ષણ મેળવવા માટે માણસ કોઈને કોઈ રસ્તો જરૂર શોધી લેતો હોય છે, પરંતુ પશુ પક્ષીઓનું શું ? આજે ઝાડવા પણ ખુબ જ ઓછા થઇ ગયા છે અને નદી તળાવ પણ સુકાઈ રહ્યા છે, પાણીની વ્યવસ્થા પણ બહુ ઓછી થઇ રહી છે ત્યારે પશુ પક્ષીઓને પાણી માટે પણ વલખા મારવા પડી રહ્યા છે.

આવી સ્થિતિમાં તરસથી પરેશાન ચકલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કાળઝાળ ગરમીથી અને તરસથી પરેશાન ચકલી રસ્તા વચ્ચે અહી-ત્યાં ભટકી રહી છે. સૂર્ય ધોમધખતો છે અને રસ્તો પણ ખૂબ જ ગરમ છે. ત્યારે જ આ ચકલી માટે એક માણસ દેવદૂત બનીને આવે છે.

આ માણસ બોટલની કેપમાં પાણી મૂકીને તેને પાણી પીવડાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે, પરંતુ એવું લાગે છે કે જાણે બેસુધ ચકલીને કંઈક સમજમાં આવી રહ્યું છે. તે વ્યક્તિ બોટલના ઢાંકણથી ચકલીને પાણી પીવડાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને ચકલી પણ પાણી પીને જાણે સાંત્વના અનુભવતી હોય તેમ લાગગી રહ્યું છે.

આ ઈમોશનલ વીડિયો છત્તીસગઢ કેડરના IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેમણે વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું, “દો બુંદ જિંદગી કે” જોકે, યુઝર્સ એ વ્યક્તિના વખાણ કરી રહ્યા છે જે પોતાની દયા અને ઉદારતા બતાવીને આ ચકલીને પાણી આપી રહ્યા છે.

Niraj Patel