કપાળ પર બિંદી, હોઠ પર લિપસ્ટિક અને સેંથામાં સિંદૂર ભરીને પેન્ટ શર્ટ પહેરીને મેટ્રોમાં ચઢ્યો યુવક, હરકતો જોઈને તમે પણ હેરાન રહી જશો
Man in Metro wearing sindoor lipstick and bind : સોશિયલ મીડિયામાં મેટ્રોના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, કેટલાય વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ પણ કેમેરામાં કેદ થઇ જતી હોય છે કે તે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. તો કેટલાક વિડીયો તમને હસીને તમારી લોથપોથ કરી નાખશે. ક્યારેક કપલ મેટ્રોની અંદર અજીબોગરીબ હરકતો કરતા જોવા મળે છે તો ક્યારેક કોઈ ડાન્સ કરતા અથવા એક્ટિંગ કરતા જોવા મળે છે. કેટલાક લોકો દ્વારા કરવામાં આવતી આ ગતિવિધિઓને કારણે દિલ્હી મેટ્રો દ્વારા એક માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.
94 લાખથી વધુ લોકોએ જોયો વીડિયો :
આમ છતાં લોકો તેમની હરકતોથી બાજ નથી આવતા. હાલમાં જ દિલ્હી મેટ્રોને લગતો એક વીડિયો આ દિવસોમાં ચર્ચામાં છે, જેમાં એક વ્યક્તિ કપાળ પર બિંદી અને સેંથામાં સિંદૂર લગાવીને દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 20 લાખ 9 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને 94 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.
View this post on Instagram
કપાળમાં બિંદી અને સેંથામાં સિંદૂર ભરીને આવ્યો યુવક :
વીડિયોમાં વ્યક્તિની એક્શન જોઈને યુઝર્સ તેના પર વિવિધ ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ દિલ્હી મેટ્રોની અંદર સિંદૂર અને બિંદી લગાવીને મુસાફરી કરતો જોવા મળે છે. બીજા વિડિયોમાં આ વ્યક્તિ એક યુવકને ફોનનો ઉપયોગ કરતો જોઈ રહ્યો છે. આ દરમિયાન યુવકની નજર બાજુમાં ઉભેલા વ્યક્તિ પર પડતાં જ તે તેને ધ્યાનથી જુએ છે અને પછી ત્યાંથી નીકળી જાય છે. આ દરમિયાન એક અન્ય યુવક પણ તેને જોઈ લે છે અને આશ્ચર્ય સાથે ત્યાંથી નીકળી જાય છે.
View this post on Instagram
લોકોએ કહ્યું વાયરલ થવાનો ચક્કર :
ત્રીજા વીડિયોમાં એક વ્યક્તિ મેટ્રો પ્લેટફોર્મ પર માસ્ક પહેરીને ચાલતો જોવા મળે છે. દરમિયાન, તે કેમેરાની નજીક આવે છે, માસ્ક ઉતારે છે અને પછી હસતાં હસતાં તેને પહેરે છે. ત્યારે આ વીડિયોને જોઈને હવે લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ઘણા લોકો આ વ્યક્તિને વાયરલ થવા માટે આવું કર્યું હોવાનું જણાવી રહ્યા છે. તો કોઈ તેને ના બોલવાના શબ્દો પણ બોલતું જોવા મળી રહ્યું છે. દિલ્હી મેટ્રોમાં હવે આવી ઘટનાઓ થવી એકદમ સામાન્ય બની ગઈ છે.
View this post on Instagram