આ ભાઈનો દેશી જુગાડ તો જુઓ, બાલ્ટી અને ડબ્લ્યૂ નહોતું તો માથું ધોવા માટે અપનાવ્યો એવો જુગાડ કે સોશિયલ મીડિયા ફેન બની ગયું, જુઓ વીડિયો

માથું ધોવા માટેનો આવો દેશી જુગાડ આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, ના ડોલ, ના ડબલું, ના શાવર, છતાં પણ આ ભાઈએ એવી રીતે ધોયું માથું કે તમે પણ ફેન બની જશો

આપણા દેશમાં કોઈપણ સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ તમને મળી જશે, ઘણા લોકો મુશ્કેલીમાં મુકાય ત્યારે કોઈને કોઈ જુગાડ કરીને તેમાંથી બહાર આવી જતા હોય છે. આવા ઘણા જુગાડના વીડિયો પણ તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા હશે અને એ જોઈને તમને પણ નવાઈ લગતી હશે. સાથે જ ઘણી એવી કામની વસ્તુઓ પણ આ જુગાડ દ્વારા જાણવા મળી જતી હોય છે.

ત્યારે હાલ એવા જ એક દેશી જુગાડનો જબરદસ્ત વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સને પણ પોતાના ફેન બનાવી લીધા છે. કારણ કે વીડિયોમાં એક વ્યક્તિને માથું ધોવું હતું અને તેની પાસે ના તો બાલ્ટી હતી અને ના તો ડબ્લ્યૂ હતું. પરંતુ તેને જે કર્યું તે જોઈને કોઈપણ હેરાન રહી જાય.

આ 29 સેકેંડના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ તેના વાળ સાબુથી ધોઈ રહ્યો છે. પરંતુ માથું ધોતી વખતે ન તો તે ડોલ-મગ કે કોઈ શાવરનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ માથું ધોવા માટે માણસે વિચિત્ર જુગાડ કર્યો છે. આ માટે તેણે પોતાની પીઠ પર પાણી ભરેલો એક મોટો ડબ્બો મૂક્યો છે અને તે જમીન પર બેઠો છે. વાળમાં સાબુ લગાવ્યા પછી, જ્યારે તેને પાણીની જરૂર હોય ત્યારે, હાથનો ઉપયોગ કર્યા વિના, જુગાડની મદદથી, તે જરૂરિયાત મુજબ માથા પર પાણી રેડે છે. આ માટે તે ખાલી તેની પીઠ ઉપાડે છે, અને પાણી તેના માથા પર પડવા લાગે છે.

આ વીડિયો ટ્વિટર હેન્ડલ @RBalwani દ્વારા 27 નવેમ્બરે શેર કરવામાં આવ્યો હતો, જેમાં બિઝનેસમેન ‘આનંદ મહિન્દ્રા’ અને ‘હર્ષ ગોએન્કા’ને ટેગ કરવામાં આવ્યા હતા. તેણે કેપ્શનમાં લખ્યું “રવિવારની સવાર હળવાશથી! હું મારી જાતને દરેક સાથે આ શેર કરવાથી રોકી શક્યો નહીં. સરળ, નવીન, સસ્તું અને તે કામ કરે છે! કામચલાઉ!” જો કે આ વીડિયો ક્યાંનો છે તેના વિશેની કોઈ પુષ્ટિ નથી થઇ.

Niraj Patel