રીલનો એવો ચસ્કો ચઢ્યો કે આ યુવક રેલવે લાઇન પર જ સૂઇ બનાવ્યો વીડિયો- જોઇ તમારા પણ ઉડી જશે હોંશ

લોકોમાં રીલનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે તેઓ પોતાનો જીવ જોખમમાં મુકીને પણ વીડિયો બનાવતા અચકાતા નથી. ઘણી વખત, પોલીસ પણ કાયદો પોતાના હાથમાં લેવા અને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મૂકવાના આરોપમાં કાર્યવાહી કરે છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ ટ્રેનના પાટા પર સૂતી વખતે વીડિયો બનાવે છે. આ દરમિયાન ટ્રેન તેની ઉપરથી પસાર થઈ ગઈ હતી.

આ વાયરલ વિડિયો ક્યારે અને ક્યાંનો છે તે અંગેની માહિતી સામે આવી નથી, પરંતુ જે રીતે આ વ્યક્તિ નિર્ભયતાથી ટ્રેકની નીચે સૂઈ રહ્યો છે તેને જોઈને લોકો તેને જાનલેવા અને રીલનો સનકી કહી રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ટ્રેક અને જમીન વચ્ચે એક નાની જગ્યા છે, તે વ્યક્તિ ત્યાં સૂઈ ગયો અને ટ્રેન તેની ઉપરથી પસાર થઈ ગઈ. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે રેલવે ઓફિસરે પણ તેના પર ટિપ્પણી કરી હતી.

આઈઆરટીએસ અધિકારી જે. સંજય કુમારે કહ્યું પ્લીઝ આવું ના કરો. તે જીવશે કે મરી જશે તેનો કોઈ ખ્યાલ નથી, પરંતુ બાયો-ટોયલેટમાંથી પાણી ચોક્કસપણે ઉપર આવશે. સોશિયલ મીડિયા પર અન્ય લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક ટ્વિટર યુઝરે લખ્યું, “આ લોકો માટે માત્ર હેલિકોપ્ટરના પંખા સાથે બાંધીને રીલ બનાવવાનું બાકી છે.” બીજા એક યુઝરે લખ્યું, “આ વિચાર ન આપો, નહીં તો ખબર પડી કે તેઓ ટોયલેટનું પાણી પીવા માટે પણ રીલ બનાવશે.

આજના બાળકો કંઈ પણ કરી શકે છે.’ અન્ય એકે લખ્યુ- પહેલા સો વાર વિચાર કરો. ‘ એક બીજાએ લખ્યું, ‘આપણી ભારતીય સેનાને આવા નીડર યુવાનોની જરૂર છે. ભારતીય સેનાને વિનંતી છે કે આ યુવાનોને સેનામાં ભરતી કરો. આરપીએફની ઘણી ટીમો એ શોધવામાં લાગી છે કે આ વીડિયો ક્યાંનો છે અને વીડિયો બનાવનાર વ્યક્તિ કોણ છે?

Shah Jina