એક્સ ગર્લફ્રેન્ડને મનાવવા માટે લાખો રૂપિયા ખર્ચીને બનાવી દીધો ‘લવ ગાર્ડન’, તો પણ પ્રેમિકાએ કર્યું એવું કે જાણીને તમને પણ નવાઈ લાગશે

પ્રેમ એવી વસ્તુ છે જેમાં વ્યક્તિ કંઈપણ કરી શકે છે. આવા પ્રેમના અસંખ્ય ઉદાહરણો તમને તમારી આસપાસ અને ઇતિહાસમાંથી મળતા હશે, પરંતુ આ દરમિયાન એક એવા વ્યક્તિની કહાની સામે આવી છે જે સાંભળીને તમે પણ હેરાન રહી જશો.

Image Source

ચીનમાં રહેનારા એક વ્યક્તિએ પોતાની એક્સ ગર્લફ્રેન્ડને મનાવવા માટે પોતાના ગાર્ડનને જ લવ આઇલેન્ડમાં બદલી નાખ્યો હતો. પરંતુ તે છતાં પણ તેની પ્રેમિકા તેનાથી પ્રભાવિત થઇ નહોતી અને તે વ્યક્તિ આજે પણ તેની રાહ જોઈ રહ્યો છે.

Image Source

પરંતુ ખાસ વાત તો એ છે કે 30 વર્ષના આ વ્યક્તિની લગન અને મહેનત કામ જરૂર આવી છે. કારણ કે આ લવ આઇલેન્ડ હવે કપલ્સ માટે ધીમે ધીમે ખુબ જ લોકપ્રિય બની રહ્યો છે

Image Source

જ્યું નામના આ વ્યક્તિને 11 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 11 લાખ રૂપિયા ખર્ચીને આ ગાર્ડનનું મેકઓવર કરાવ્યું હતું. આ સમગ્ર આઈલેન્ડને ગુલાબી વનસ્પતિ દ્વારા કવર કરવામાં આવ્યો હતો. આ આઇલેન્ડનું ઘાસ પણ ગુલાબી છે અને અહીંયા ઘણા ચેરીના વૃક્ષ પણ જોવા મળે છે. આ ઉપરાંત આ વ્યક્તિને આ ગાર્ડનના રોમાન્ટિક સ્પોટ ઉપર જવા માટે એક બ્રિજ પણ બનાવ્યો છે.

Image Source

ઉલ્લેખનીય છે કે જ્યું અને તેની પ્રેમિકાનું બ્રેકઅપ થઇ ગયું હતું. જયારે આ વ્યક્તિએ પોતાના ઘરડા માતા-પિતાની સેવા કરવા માટે પોતાના ગામડે જવાનો નિર્ણય કર્યો ત્યારે તેની પ્રેમિકાએ શહેરમાં જ રહેવાનું નક્કી કર્યું. જો કે બ્રેકઅપ બાદ પણ જયુએ પોતાની પ્રેમિકાને મનાવવાના પૂરતા પ્રયત્નો કર્યા છતાં પણ તે સફળ ના થઇ શક્યો.

Image Source

જ્યું ના લાવ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો અને આ એક વર્ષમાં આઈલેન્ડને ફાઇનલ કરી દેવામાં આવ્યો. જ્યૂની એક ગર્લફ્રેન્ડ તેના આ પગલાથી ઈમ્પ્રેસ જરૂર થઇ હતી તેને ફરીએકવાર જ્યું સાથે રિલેશનમાં આવવાથી ઇન્કાર કરી દીધો હતો. જ્યૂની પ્રેમિકાએ એ આશા પણ વ્યક્ત કરી કે જયુને તેનાથી વધુ સારી પ્રેમિકા મળશે.

Image Source

જ્યૂનું કહેવું છે કે તે ખુબ જ રોમાન્ટિક માણસ છે પરંતુ પોતાની ભાવનાઓને શબ્દોના સહારે અભિવ્યક્ત કરવામાં તે અસહજતા અનુભવે છે. આજ કારણ છે કે તે પોતાની એક્શનના સહારે પોતાની જાતને વ્યક્ત કરે છે.

જયુના આ લવ ગાર્ડનમાં ભલે તેની પૂર્વ પ્રેમિકા પરત ના ફરી હોય પરંતુ શહેરના ઘણા કપલ્સ આ લવ આઇલેન્ડમાં આવી રહ્યા છે. આ ના ફક્ત એક લોકપ્રિય મેરેજ પપોઝલ સ્પોટ બની ગયું છે પરંતુ ઘણા લોકો આવીને અહીંયા વેડિંગ ફોટોશૂટ પણ કરાવે છે.

Niraj Patel