પાકિસ્તાનમાં આ યુવક બોર્ડ લઈને ઉભો રહ્યો અંદર લખ્યું, “હું ભારતથી આવ્યો છું, મને ગળે લગાવી લો કે પછી થપ્પડ મારી દો !” જુઓ લોકો એ શું કર્યું ?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મની વર્ષો જૂની છે. ભારતના લોકો પાકિસ્તાનના લોકોને પસંદ નથી કરતા ત્યારે પાકિસ્તાનના લોકો ભારતના લોકોને નથી પસંદ કરતા, પરંતુ થોડા સમય પહેલા જ એક ફિલ્મ આવી હતી “બજરંગી ભાઈજાન” જેને બંને દેશના લોકોનું દિલ જીતી લીધું હતું, હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવક હાથમાં બોર્ડ લઈને પાકિસ્તાનમાં ઉભેલો જોઈ શકાય છે.

વીડિયોમાં જોવા મળી રહેલો યુવક હાથમાં એક બોર્ડ રાખીને ઉભો છે, જેમાં તેને લખ્યું છે કે, “”હું ભારતથી આવ્યો છું, મને ગળે લગાવી લો કે પછી થપ્પડ મારી દો !” પરંતુ હેરાન કરી દેનારી વાત એ છે કે આ યુવક ભારતનો નથી, પરંતુ પાકિસ્તાનનો છે. તે ભારતીય બની અને રસ્તા ઉપર ઉભો છે અને આ બોર્ડ દ્વારા લોકોમાં ભારતીયો પ્રત્યે નફરત છે કે પ્રેમ એ જોવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો DUMB TV દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. વીડિયો બનાવનાર વ્યક્તિ પોતાનું નામ રાહિલ ભટ્ટી જણાવે છે. વીડિયોની શરૂઆતમાં રાહિલ ભટ્ટી કહે છે કે તે આજે પાકિસ્તાનમાં ભારતીય બનવા માંગે છે અને જુઓ પાકિસ્તાનના લોકો ભારતીયો માટે શું વિચારે છે? આ પ્રેન્ક વીડિયો હોય એવું લાગી રહ્યું છે.

વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે યુવકે પોતાના બંને હાથમાં એક પોસ્ટર પકડ્યું છે, જેના પર લખેલું છે, “હું ભારતથી છું, મને ગળે લગાડો અથવા મને થપ્પડ મારો.” જોકે ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં પાકિસ્તાનના લોકો ભારતીય યુવક રાહિલ ભટ્ટીને ભેટી રહ્યાં છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે લોકો પોતાના વાહનો રોકે છે અને યુવકને ગળે લગાવે છે અને કહે છે કે ભારતીયો અમારા ભાઈ છે. આ વીડિયો 14 ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી 13 મિલિયન કરતા પણ વધુ લોકોએ જોઈ લીધો છે.

Niraj Patel