ઘોડીને દીકરીને જેમ ઉછેરીને મોટી કરી, જન્મ દિવસ ઉપર રાખી શાનદાર પાર્ટી, કેકની કિંમત જાણીને તો ચોંકી ઉઠશો

અપને ઘણા એવા પશુ પ્રેમના કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં માલિક દ્વારા તેના પાલતુ પશુ માટે આલીશાન ઘર બનાવવામાં આવ્યું હોય, પોતાની મિલકત તેના નામે કરી દેવામાં આવી હોય કે પછી તેના માટે મોંઘી દાટ વસ્તુઓ લાવવામાં આવી હોય. હાલમાં જ બિહારમાંથી એક એવા જ વ્યક્તિનો પશુ પ્રેમ સામે આવ્યો છે.

બિહારના સહરસામાં એક વ્યક્તિએ પોતાની ઘોડીનો દીકરીની જેમ ઉછેર કર્યો અને તેના જન્મ દિવસે શાનદાર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું. વળી ખાસ વાત તો એ છે કે ઘોડીના જન્મ દિવસ નિમીતે 50 પાઉન્ડની કેક મંગાવવામાં આવી અને સમગ્ર ગામની અંદર પાર્ટી પણ કરવામાં આવી.

સહરસામાં રહેવા વાળા ગોલુ યાદવે પોતાની આ ઘોડીનો ઉછેર દીકરીની જેમ જ કર્યો છે. જેનું નામ તેમને ચેતક રાખ્યું છે. ચેતકના જન્મ દિવસ ઉપર તેને સમગ્ર ગામના લોકોને પાર્ટી આપી. જેમાં સમગ્ર ગામના લોકો માટે જમણવારનું આયોજન પણ કરવામાં આવ્યું અને મોટી કેક પણ કાપવામાં આવી.

ગોલુ યાદવે દીકરીને જેમ ઉછેર કરેલી ચેતક ઘોડીને દૂધ પીવડાવવા માટે એક અલગથી ગાય પણ રાખી છે. જેનું દૂધ ચેતકને પીવડાવવામાં આવે છે. ગોલુ યાદવ ક્યારેય પોતાનો જન્મ દિવસ નથી મનાવતો પરંતુ પોતાની ઘોડીના જન્મ દિવસ ઉપર આખા ગામને આમંત્રણ આપ્યું.

ગોલુ યાદવ 6 મહિનાની ઉંમરમાં જ ઘોડીને લાવ્યો હતો. ત્યારબાદથી જ ચેતકને ફક્ત ચણા, જઉં, બાજરી અને હલવો ખવડાવીને ઉછેર કર્યો. દીકરીને જેમ ઉછેરીને ચેતકને મોટી કરી. આ જન્મ દિવસની ઉજવણી દ્વારા તે લોકોને સંદેશ આપવા માંગે છે કે પ્રાણીઓમાં પણ ભાવના હોય છે. તેમને પણ પરિવારની જેમ જ રાખવા જોઈએ.

Niraj Patel