ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચતાની સાથે જ લોકો ટ્રેનમાં ચડવા માટે ધક્કા મુક્કી સહિત જી-જાન લગાવી દે છે, પરંતુ ઘણી વખત પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી ન હોય તો પણ લોકો પોતાના જીવની ચિંતા કર્યા વગર પાટા પર જ ચઢવા લાગી જાય છે. ઘણીવાર રેલવે લોકોને જાગૃત કરે છે કે તેઓએ એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી તેમનો જીવ જોખમમાં મુકાય. જો કે હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જે બેદરકારીનો છે, આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે લોકો ટ્રેન પકડવા માટે એક નવજાત બાળક સાથે પાટા પર પહોંચી ગયા છે.
પહેલા મહિલા ખૂબ જ મુશ્કેલીથી ટ્રેનમાં ચઢે છે. આ પછી લોકો પહેલા સામાન લે છે અને બાળકને ખોળામાં લેતાની સાથે જ ટ્રેન આગળ વધવા લાગે છે. વીડિયો જોતા લાગે છે કે જો ટ્રેન એક સેકન્ડ પણ વહેલા શરૂ થઈ ગઇ હોત તો મોટો અકસ્માત થઈ શકતો હતો. આ વીડિયોને lumafact નામાન હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ નેટીઝન્સ પણ વિચારી રહ્યા છે કે લોકો પોતાનો જીવ કેમ જોખમમાં મૂકે છે અને ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે લોકોએ સાવધાની સાથે બાળકને પકડ્યો હતો.
યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ખરેખર, આવા લોકોને શરમ આવવી જોઇએ, જો તમે તેને સંભાળી શકતા નથી તો તેને શા માટે પેદા કરો છો ? અન્ય યુઝરે લખ્યું- બાળક તેમની પ્રાથમિકતામાં બિલકુલ ન હતું. બીજા એક યુઝરે લખ્યું- તેમને બાળક કરતા વધારે સામાનની પડી હતી.