ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપ પર રહેનાર શો અનુપમા હવે ઘણો ધમાકેદાર થઇ રહ્યો છે. ગયા સપ્તાહમાં શોનું પૂરુ ધ્યાન નવી એન્ટ્રી માલવિકા પર ફોક્સ રહ્યુ હતુ. ત્યારે હવેના એપિસોડમાં દર્શકોને માલવિકાને ઘઙણી નજીકથી જાણવાનો મોકો મળશે. અનુપમામાં આ દિવસોમાં જોવા મળી રહ્યુ છે કે, અનુજના જીવનમાં હવે એક છોકરીની એન્ટ્રી થઇ ચૂકી છે. જે વારંવાર અનુજને અનુપમાથી દૂર કરાવની કોશિશ કરી રહી છે. અનુપમાને પણ આ વાતનો અહેસાસ થશે કે માલવિકા ઇચ્છતી નથી કે તે અનુજ સાથે વાત કરે છે અને હવે તે એવું કંઇક કરશે કે અનુજ તેની સામે ધ્રુસકેને ધ્રુસકે રડી પડશે.
આજના એપિસોડમાં તમે જોશો કે અનુપમા નારાજ હશે કે અનુજે તેને માલવિકા વિશે ન કહ્યું. માલવિકા પણ અનુજની આસપાસ ફરશે અને તે તેને અનુપમા સાથે વાત કરવા નહીં દે. બીજી બાજુ, બાને નવાઈ લાગશે કે અનુજ અને જીકેને માલવિકા ક્યાં છે તેની પણ ખબર નહોતી. વનરાજ અનુપમાને માલવિકા વિશે સમજાવશે. માલવિકા અનુજ સાથે પાર્ટી છોડીને અનુપમાને બાય કહેશે. આ તકનો લાભ લઈને કાવ્યા આવીને અનુપમાના ઘા પર મીઠુ છડકશે.
માલવિકાના આ રીતે અચાનક આગમનથી બા ફરી એકવાર નારાજ થઈ જશે. બીજી બાજુ માલવિકા અંદરથી અસ્વસ્થ હશે અને અનુજને પણ આ વાતની નોંધ થશે. માલવિકા કહેશે કે તેની સાથે એક ભૂતકાળ જોડાયેલો છે જે તેને પરેશાન કરી રહ્યો છે. કાવ્યા વનરાજને ધમકાવશે કે તેણે માલવિકા વિશે કશું વિચારવું નહિ. કાવ્યા કહેશે કે માલવિકા એવી છોકરી છે જેના પ્રેમમાં તે પડી શકે છે. આના પર વનરાજ કહેશે કે હવે તે માત્ર કામ પર ધ્યાન આપશે. બીજી તરફ અનુપમા પાર્ટીમાંથી તેના ઘરે જશે અને અનુજ પણ ઘરે દોડી જશે અને પૂછશે કે તે ઘરે કેમ નથી આવી.
આવનારા એપિસોડમાં તમે જોશો કે અનુજ અનુપમા સામે ધ્રસુકેને ધ્રુસકે રડશે. બીજી બાજુ, અનુજને આ રીતે રડતો જોઈને માલવિકા ગુસ્સે થઈ જશે અને કહેશે કે તે અનુપમાને તેના ઘરની વાતો કેમ કહી રહ્યો છે અને માલવિકા અનુપમાને બહારની વ્યક્તિ તરીકે કહેશે. માલવિકાની સ્ટાઈલથી સ્પષ્ટ છે કે આવનારા સમયમાં અનુપમાના જીવનમાં ઘણો હંગામો થવાનો છે અને આ હંગામો માલવિકાના કારણે જ થવાનો છે.
ગયા દિવસે આપણે જોયું કે અનુજ અને માલવિકા એકબીજાને જોઈને ભાવુક થઈ જાય છે. બંને વચ્ચેનો ગાઢ પ્રેમ સ્પષ્ટ દેખાય છે. આ બંનેને જોઈને આખો શાહ પરિવાર સ્તબ્ધ થઇ જાય છે. માલવિકા તેના પાર્ટનર વનરાજને અનુજ સાથે પરિચય કરાવે છે અને તે બાદ અનુજ સ્તબ્ધ થઈ જાય છે કે અને શાહ પરિવારને પણ કંઈ સમજાતું નથી. તે અનુપમા પાસેથી આંખો ચોરવા લાગે છે. માલવિકા કહે છે કે અનુજ તેનો મોટો ભાઈ છે. માલવિકા એ જોઈને પણ ચોંકી ગઈ કે બધા એકબીજાને પહેલેથી જ ઓળખે છે.
View this post on Instagram