ફિટ રહેવા માટે “બ્લેક પાણી” પીવે છે મલાઈકા અરોરા, કિંમત જાણીને થશો હેરાન

આ શું રહસ્ય છે કાળા પાણીનું? આ પીને મલાઈકા ભાભી દેખાય છે 25 વર્ષના…જાણો રસપ્રદ માહિતી

મલાઈકા અરોરા આજકાલ તેની ફિટનેસને લઈને ખુબ જ ચર્ચામાં જોવા મળે છે. તેની જિમ જજવા દરમિયાનની તસવીરો આજકાલ વાઇરલ થઇ રહી છે. પરંતુ આ વખતે કેમેરામાં કેદ થયેલી મલાઈકાની લેટેસ્ટ તસવીરો કંઈક અલગ કારણોથી ચર્ચામાં જોવા મળી રહી છે.

જેની પાછળની કારણ છે ,મલાઈકાનું ડ્રિન્કીંગ વૉટર. આ પાણી કાળા રંગનું દેખાતું હતું. આ કાળું પાણી બીસ્લેરીની મિનરલ પાણી નથી પરંતુ કંઈક બીજું છે, જેને જોઈ પેપરાજી  પણ તેને જાણવા માટે ઉત્સુક થઇ ગયા.

જયારે મલાઈકા જિમથી બહાર આવી ત્યારે ફોટોગ્રાફરે તેના હાથમાં કાળું પાણી જોઈને તેને સવાલ પૂછ્યો. “મેડમ તમે બ્લેક પાણી પીવો છો?” તેના આ સવાલ પાર મલાઈકા હસી પડી અને તેણે જણાવ્યું કે આ બ્લેક આલ્કલાઈન પાણી છે.

આ આલ્કલાઈન પાણી શું છે, તેના ફાયદા શું છે અને તેની કિંમત શું છે, એ પણ અમે તમને જણાવીએ. આ બ્લેક પાણી   Evocus Black Alkaline Water છે. આ પાણીમાં 70 થી વધુ મિનરલ હોય છે જેનાથી શરીરના મેટાબોલિજ્મ,ઓક્સિજન લેવાની ક્ષમતા, ડી – ટોકક્સિફિકેશન અને પાચન ક્રિયા સારી થાય છે .

બિઝનેસ ઇનસાઇડની એક રિપોર્ટ અનુસાર બ્લેક પાણીનું પી એચ લેવલ રેગ્યુલર પાણીની તુલનાએ 7 થી વધારે હોય છે. કેટલાય પ્રકારના પ્રોષ્ટિક મિનરલ હોવાના કારણે આ આરોગ્ય માટે ખુબ જ ફાયદા કારક છે. આ પાણીને પીવાથી એસીડીટી, ડી-હાઇડ્રેશનની તકલીફ થતી નથી અને બીમારીઓથી લડવાની ક્ષમતા એટલે કે ઇમ્યુનીટી મજબૂત થાય છે.

બ્લેક એલ્કલાઈન પાણીની કિંમત 200 રૂપિયા પ્રતિ લિટર છે .અલગ અલગ આઉટલેટમાં તેની કિંમતમાં ફર્ક છે. આ પાણીના રંગને લઈને મની કંટ્રોલ જોડે વાતચીતમાં AV Organics ના ફાઉન્ડર, એમ ડી આકાશ વાઘેલાએ બતાવ્યું હતું કે આ પાણીની ગુણવતા સારી બનાવવા માટે જે મિનરલનો ઉપયોગ થાય છે તે કલરમાં કાળો છે એટલે એનું કારણ છે કે તેનો રંગ પણ કાળો છે.

મલાઈકા સિવાય વિરાટ કોહલી અને ઉર્વશી રૌતેલા  પણ આ પાણીનો ઉપયોગ કરે છે. હવે મલાઈકાની ફિટનેસનો રાઝ પણ બધાની સામે આવી ગયો છે. એમાં કોઈ શક નથી કે બ્લેક પાણીનો ઉપયોગ કરવા વાળા આ ત્રણે સેલિબ્રિટી ફિટનેસના મામલામાં આગળ છે.

બ્લેક પાણી  સિવાય મલાઈકાની તંદુરસ્તીનું રાઝ તેની ડાયટ, વર્ક આઉટ અને યોગ પણ છે. મલાઈકાનો પોતાનો યોગ સ્ટુડિયો છે અને હવે તેણે ફૂડ ઇનકાર પણ શરૂ કર્યો છે. તે અવાર નવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યોગના ટિપ્સ આપતી રહે છે.

ગયા વર્ષે કોરોનાથી સારું થયા પછી મલાઈકાએ કોરોનની લડાઈ વિશે જણાવ્યું હતું. તેને લખ્યું હતું કે મારુ વજન વઘી ગયુ હતું, કમજોરી આવી ગઈ હતી, સ્ટેમિનાર ઓછો થઇ ગયો હતો, પરિવારથી દૂર હતી. નેગેટીવ  હોવા છતાં મારામાં કમજોરી હતી. મને ડર હતો કે હવે હું મારી તાકાત પાછી નહિ લાવી શકું .પરંતુ  મલાઈકાએ તેની ડાયટ, યોગ વર્ક આઉટથી જલ્દી તેની જૂની ફિટનેસ પાછી મેળવી લીધી.

માલાઇકા તેની અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહે છે. એક્ટર અર્જુન કપૂરની સાથે તેની રિલેશનશિપ હવે જાહેર છે. બંનેની તસવીરો સતત ઈન્ટરનેટ પર વાઇરલ થાય છે.

Krishna Patel