જયારે અર્જુનના ઘરે ‘સંસ્કારી વહુ’ બનીને પહોંચી મલાઇકા અરોરાને જોઇ લોકોને ચઢ્યો ગુસ્સો, કહ્યુ- બહુ રાની આવી ગઇ
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે પણ તે તેના કપડા અને સ્ટાઇલને લઇને ચર્ચામાં આવી છે. સોનમ કપૂરની બર્થ ડે પાર્ટીમાં મલાઇકા અરોરા પહોંચી હતી અને આ પાર્ટીનો તેનો લુક વાયરલ થતા જ ચાહકો તેના પર ભડકી ઉઠ્યા હતા.
એક બાજુ જયાં ફેશન મામલે લોકોની નજર બી-ટાઉનની હસીનાઓ પર રહેતી હોય છે ત્યારે તેઓ ઘણીવાર પરફેકટ લુકમાં હોવા છત્તાં પણ ટ્રોલ થાય છે. આવું જ કંઇક ફિટનેસ ક્વિન મલાઇકા અરોરા સાથે થયું છે.
સોનમ કપૂરે 9 જૂન 2019ના રોજ તેનો 34મો જન્મદિવસ મનાવ્યો હતો. આ પાર્ટીમાં મલાઇકા અરોરા પણ પહોંચી હતી. પાર્ટીમાં મલાઇકાનો લુક થીમથી બિલકુલ અલગ હતો.
એકબાજુ રિયા કપૂર, મહીપ કપૂરથી લઇને અર્જુન કપૂર, જાહ્નવી કપૂર, ખુશી કપૂર, શનાયા કપૂર, કરિશ્મા કપૂર, વરૂણ ધવન અને અન્નયા પાંડેે જેવા સ્ટાર્સ આ પાર્ટીમાં વેસ્ટન લુકમાં જોવા મળ્યા હતા ત્યારે મલાઇકા નવી દુલ્હન જેમ નજરે પડી હતી.
સોનમ કપૂરની બર્થ ડે પાર્ટીમાં મલાઇકા ફેમસ ડિઝાઇનર રોહિત બાલની ડિઝાઇન કરેલી વ્હાઇટ અને ગોલ્ડન ફ્લોરેલ સાડી પહેરીને આવી હતી. તેની સાડીમાં લાલ અને ગોલ્ડન કલરના ફૂલ બનેલા હતા. સાડી સાથે મલાઇકાએ સ્વીટહાર્ટ નેકલાઇન અને કટઆઉટ સ્લીવસ વાળો બ્લાઉસ પહેર્યો હતો.
View this post on Instagram
આ લુક સાથે મલાઇકાએ હેરસ્ટાઇલ કેરી કરી હતી અને મેકઅપ પણ કર્યો હતો. આ સાથે તેણે ડાયમંડ ચોકર અને માંગ ટીકા તેમજ રિંગ પણ પહેરી હતી.
મલાઇકા અરોરા પર લોકો એ માટે ભડક્યા હતા કારણ કે મલાઇકા સોનમ કપૂરની બર્થ ડે પાર્ટીમાં કોઇ સેકસી આઉટફિટની જગ્યાએ થીમથી બિલકુલ અલગ લુક કેરી કર્યો હતો.
મલાઇકાના લુકને લઇને એક યુઝરે કહ્યુ, મલાઇકા સોનમની ભાભી બનવાની છે તે માટે તે આ લુકમાં જોવા મળી. સોનમનો લુક ખૂબ જ શાનદાર હતો. પરંતુ યુઝર્સે મલાાઇકાને ટોન્ટ મારતા કહ્યુ કે, તે સોનમની બર્થ ડે પાર્ટીમાં ગઇ હતી, તેના લગ્નમાં નહિ. એવામાં માંગટીકો લગાવવાની શું જરૂરત હતી. કેટલાક યુઝર્સે કહ્યુ કે, અર્જુનના પરિવારની પાર્ટીમાં મલાઇકા સંસ્કારી વહુ બનીને પહોંચી.
ઉલ્લેખનીય છે કે, મલાઇકા અરોરા સોનમની બર્થ ડે પાર્ટી પહેલા તેની સ્ટાઇલિશ મેનકા હરિસિંધાનીના લગ્નમાં ગઇ હતી અને તે જ કારણથી તેણે આ લુક કેરી કર્યો હતો.
View this post on Instagram