ઉપ્સ…મલાઇકા અરોરાએ શેરીના દેશી કુતરા જોડે….જુઓ PHOTOS
મલાઇકા અરોરા બોલિવુડની ફિટ અભિનેત્રીઓમાંની એક છે. તે અવાર-નવાર તેની ફિટનેસને લઇને ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા આ ઉંમરે પણ ઘણી ફિટ જોવા મળે છે. તે અનેકવાર જિમ, યોગા ક્લાસ અને ડાન્સ ક્લાસ બહાર સ્પોટ થતી હોય છે.
મલાઇકા અરોરાની નવી તસવીર જે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે જેને લઇને તે ખૂબ ચર્ચામાં છે. આ તસવીરમાં તે એક સ્ટ્રીટ ડોગ સાથે જોવા મળી રહી છે.
મલાઇકા તેને એક બાળકની જેમ લાડ લડાવી રહી છે. મલાઇકાનો આ અંદાજ ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. મલાઇકા સ્ટ્રીટ ડોગને જોઇને પોતાને રોકી ન શકી અને ત્યાંજ બેસીને તે તેના પર લાડ જતાવવા લાગી.
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. મલાઇકા તેના PET સાથેની તસવીર પણ સોશિયલ મીડિયા પર ઘણીવાર શેર કરતી હોય છે.
મલાઇકાને ઘણીવાર જોગિંગ પર તેના PET સાથે સ્પોટ કરવામાં આવી છે. મલાઇકા ડોગ લવર છે.
મલાઇકા અરોરા ઘણા લાંબા સમયથી બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તેઓ ઘણીવાર એકસાથે જોવા મળે છે. જો કે, તેણે તેના સંબંધને ઓફિશિયલ પણ કરી દીધો છે.