બોલીવુડના સ્ટાર કપલમાં એક નામ અભિનેત્રી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું પણ લેવામાં આવે છે. જો કે આ બંનેએ હજુ લગ્ન નથી કર્યા પરંતુ તેમના પ્રેમના કિસ્સાઓ જગ જાહેર થઇ ગયા છે, સોશિયલ મીડિયામાં પણ બંને પોતાના પ્રેમને વ્યક્ત કરતા હોય છે અને વેકેશન દરમિયાનની તસવીરો પણ શેર કરતા હોય છે.
જેને ચાહકો પણ ખુબ જ પ્રેમ આપતા હોય છે, ત્યારે હાલમાં ખબર ફેલાઈ રહી હતી કે મલાઈકા અરોરા પ્રેગ્નેટ છે, હવે આ ખબરને લઈને અર્જુન કપૂરનું રિએક્શન સામે આવ્યું છે. મલાઈકાની પ્રેગ્નેંસી સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા બાદ અર્જુન કપૂર ગુસ્સે થઈ ગયો અને ફેક ન્યૂઝ ફેલાવવા બદલ મીડિયા હાઉસની ટીકા કરી.
તેની ઇન્સ્ટા સ્ટોરીમાં સ્ક્રીનશોટ શેર કરતી વખતે તે પત્રકારનું નામ પણ જણાવ્યું છે જેણે સમાચારને અફવા તરીકે ફેલાવી હતી. અભિનેતાએ ગુસ્સામાં પત્રકારને કહ્યું કે તમે મારા અંગત જીવન સાથે રમવાની હિંમત ન કરો. અર્જુન તેના અને મલાઈકાના સંબંધને લઈને ઘણો વફાદાર છે. તેઓ તેમની લવ લાઈફમાં કોઈને હસ્તક્ષેપ કરવા દેવા માંગતા નથી.
અર્જુને સ્ટોરીમાં અફવા ફેલાવતા સમાચારનો જડબાતોડ જવાબ આપ્યો અને લખ્યું, “આ સૌથી નીચું સ્તર છે જેના પર તમે ઝૂકી શકો છો. તમે આ નકામા સમાચાર પ્રકાશિત કરો છો તે ખૂબ જ શરમજનક અને અનૈતિક છે… આ પત્રકારો નિયમિતપણે આવા સમાચાર લખે છે.
View this post on Instagram
કારણ કે તે બધા નકલી છે, અમે તેમને અવગણીએ છીએ. અર્જુનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. અર્જુન કપૂરે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે મલાઈકા અરોરાની પ્રેગ્નેંસીના સમાચારમાં કોઈ સત્ય નથી. અર્જુને પણ લોકોને અપીલ કરી છે કે તેઓ આવા નકામા સમાચાર ન ફેલાવે.
View this post on Instagram
અર્જુન અને મલાઈકા વિશે વાત કરીએ તો બંનેની જોડીને હંમેશા ચાહકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. આ કપલના લગ્નના સમાચાર પણ ચર્ચામાં રહે છે. મલાઈકાની પ્રેગ્નેંસીના સમાચારે બધાના હોંશ ઉડાવી દીધા હતા. પરંતુ અર્જુને સત્ય કહીને બધાની ગેરસમજ દૂર કરી છે.
View this post on Instagram