‘મેરે હાથ મેં તેરા હાથ હો…’, અર્જુન કપૂર-મલાઇકા અરોરાની લેટેસ્ટ તસવીરો જોઇ તમને પણ યાદ આવી જશે આ ગીત

ફેશન ડિઝાઈનર્સ કુણાલ રાવલ અને અર્પિતા મહેતા મુંબઈમાં એક ખાનગી સમારંભમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ પ્રાઇવેટ લગ્ન સેરેમનીમાં પરિવાર અને નજીકના મિત્રો સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણી જાણીતી હસ્તિએ હાજરી આપી હતી. બોલિવૂડના લવ બર્ડ્સ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પણ કુણાલ રાવલના લગ્નમાં સાથે પહોંચ્યા હતા અને બંનેએ ખૂબ જ મસ્તી કરી હતી. આ દરમિયાન અર્જુન સફેદ કુર્તામાં જોવા મળી રહ્યો હતો અને મલાઈકા શિમરી કો-ઓર્ડ સેટમાં જોવા મળી હતી.

તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર અંતરા મોતીવાલા સાથેની એક તસવીર શેર કરી હતી. જેમાં તે વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી હતી. જોકે, પાછળથી તેણે તેનો આઉટફિટ બદલ્યો હતો. લગ્ન દરમિયાન મલાઇકા શરૂઆતમાં હાથીદાંતની સાડીમાં બ્લીંગટસ્ટીક બ્લાઉઝ સાથે જોવા મળી હતી. જે બાદ તે શિમરી કો-ઓર્ડ સેટમાં જોવા મળી હતી. મલાઇકા અને અર્જુન બંને પ્રેમના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. ચાહકો હંમેશા કપલની સિઝલિંગ કેમિસ્ટ્રીથી આકર્ષિત થાય છે, પરંતુ હવે મલાઈકા અને અર્જુનના નવા વિડિયોએ ચાહકોને તેમની રોમેન્ટિક શૈલીથી ઉફ્ફ… કહેવા માટે મજબૂર કરી દીધા છે.

સેલિબ્રિટી ડિઝાઈનર અર્પિતા મહેતા અને કુણાલ રાવલના લગ્નમાં બી-ટાઉનના ઘણા સેલેબ્સે પોતપોતાની ખાસ સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. પરંતુ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે લગ્નની આખી લાઇમલાઈટ છીનવી લીધી. લગ્નના તમામ ફંક્શનમાં જો કોઈએ સૌથી વધુ ચર્ચા કરી હોય તો તે છે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર. મલાઈકા અને અર્જુનના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. હવે આ કપલનો એક નવો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, જેને જોઈને કોઈને પણ પોતાના પાર્ટનરની યાદ આવી જશે.

વીડિયોમાં અર્જુન અને મલાઈકા લગ્ન પછી કારમાં જતા જોવા મળે છે. મલાઈકા અને અર્જુન એકબીજાનો હાથ પકડીને રોમેન્ટિક અંદાજમાં લગ્ન વેન્યુ પરથી બહાર નીકળતા જોઈ શકાય છે. મલાઈકા અને અર્જુનનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને ફેન્સ કપલની સિઝલિંગ કેમિસ્ટ્રીના દિવાના થઈ રહ્યા છે. તે જ સમયે, ઘણા યુઝર્સ કપલને પૂછી રહ્યા છે કે તેઓ ક્યારે લગ્ન કરશે. એક યુઝરે લખ્યું – ખબર નહિ આ બંને ક્યારે લગ્ન કરશે.

અન્ય એક યુઝરે લખ્યું – ફાયર જોડી. અન્ય યુઝરે પૂછ્યું – તેઓ લગ્ન ક્યારે કરશે ? મલાઈકા અને અર્જુનના લુકની વાત કરીએ તો બંને સુપર સ્ટનિંગ લાગી રહ્યા છે. આ કપલની આવી સ્ટાઇલ જોઇ તમને કદાચ તેરે હાથ મેં મેરા હાથ હો…ગીત યાદ આવી ગયુ હશે. ઉલ્લેખનીય છે કે, કુણાલ અને અર્પિતા મહેતાની પ્રી-વેડિંગ પાર્ટીમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનો એક ડાન્સ વીડિયો જોરદાર વાયરલ થયો હતો. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ‘ચલ છૈયા-છૈયા’ ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આ વીડિયો ઘણો વાયરલ પણ થયો હતો. અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની વાત કરીએ તો, બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઘણીવાર તેમના સંબંધો વિશે ખુલીને વાત કરતા જોવા મળે છે. જો કે, આ જોડીને તેમની વચ્ચેના ઉંમરના અંતરને લઇને ઘણી ટ્રોલ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina