મંદિરા બેદીના પતિ રાજની મોત પર મહિમા ચૌધરીનું રિએક્શન જોઈને લોકો થયા નારાજ, કરવા લાગ્યા ટ્રોલ, જુઓ વીડિયો

મહિમા ચૌધરી થઇ ખરાબ રીતે ટ્રોલ, રાજના નિધન ઉપર એવું કર્યું કે…..

બોલીવુડની જાણીતી અભિનેત્રી મંદિરા બેદીના પતિ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર રાજ કૌશલનું હૃદયરોગના હુમલાના કારણે મોત થઇ ગયું, જેના બાદ આખી ઇન્ડસ્ટ્રી સદમામાં છે. જેના બાદ ઘણા બૉલીવુડ સેલેબ્સ દ્વારા સોશિયલ મીડિયા ઉપર તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

રાજની મિત્ર મહિમા ચૌધરીએ પણ ઇન્સ્ટાગ્રામ ઉપર રાજની એક તસવીર શેર કરીને રાજનું આ રીતે ચાલ્યા જવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. મહિમા રાજને પોતાના નજીકનો મિત્ર માનતી હતી. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા એક વીડિયોએ મહિમાને ટ્રોલિંગનો શિકાર બનાવી દીધી છે.

મહિમા પોતાના બાળકો સાથે મુંબઈના રસ્તાઓ ઉપર ફરતી નજર આવી. પેપરાજી તેને જોઈને તેની અને તેના બાળકોની તસવીરો લેવા લાગ્યા. મહિમા કેમેરા સામે હસતા હસતા પોઝ આપી રહી હતી. આ દરમિયાન જ મહિમાને ફોટોગ્રાફર રાજને લઈને સવાલ પણ પૂછ્યા. તેને રાજના બાળપણની તસ્વીર શેર કરી અને જણાવ્યું કે તે ઘણા સમયથી રાજને ઓળખે છે.

Images

બોલિવુડ અભિનેત્રી મહિમા ચૌધરી ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે આજે પણ લાખો લોકોના દિલ પર રાજ કરે છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની તસવીરો શેર કરતી રહે છે.

મહિમાએ શાહરૂખ ખાન સાથે ફિલ્મ પરદેશમાં બોલિવુડમાં પગ મૂક્યો હતો. પરંતુ એક અકસ્માત બાદ તેમના ચહેરા પર ઇજાને કારણે તેમને ઘણા સમય સુધી બ્રેક લેવો પડ્યો હતો. જો કે, તેમણે કમબેક કર્યુ પરંતુ તે કામયાબ ન રહ્યુ.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2006માં મહિમાએ બિઝનેસમેન બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. તેઓ વર્ષ 2013માં અલગ થઇ ગયા હતા. તેમને એક દીકરી છે. જેનું નામ અરિયાના છે. 90ના દાયકાની મશહૂર અભિનેત્રી મહિમા ચૌધરી એકલી જ તેમની દીકરી અરિયાનાની પરવરિશ કરી રહી છે. 14 વર્ષિય અરિયાના ખૂબ જ ખૂબસુરત અને સ્ટાઇલિશ છે.

અરિયાના ઘણીવાર તેની માતા સાથે સ્પોટ થાય છે. એવામાં પેપરાજી દ્વારા તેમની ઘણી બધી તસવીરો ક્લિક કરવામાં આવે છે.

આ સાથે જ મહિમા એમ પણ કહે છે કે તે મંદિરા અને બાળકો વિશે વિચારીને દુઃખી છે. આ વીડિયો શેર થવાના થોડા સમય બાદ જ મહિમા ટ્રોલ થવા લાગે છે. કારણ કે ચાહકોને મહિમાનો આ અંદાજ પસંદ ના આવ્યો અને તેને ખરી-ખોટી સંભળાવવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


વીડિયોની અંદર મહિમાને હસતા જોઈને એક યુઝર્સે લખ્યું કે, “શું ખરેખર આ દુઃખી છે ? એવું તો નથી લાગતું. હસીને પોઝ આપી રહી છે. તો અન્ય એક યુઝર્સનું કહેવું છે કે દુઃખ વ્યક્ત કરવાની જગ્યાએ તેમને ફોટો પડાવવાની ચિંતા છે.”

Niraj Patel