કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહી છે બોલીવુડની આ ફેમસ અભિનેત્રી, ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, હાલત જોઈને ચોંકી જશો

ફિલ્મી દુનિયામાંથી ઘણીવાર એવી એવી ખબરો સામે આવે છે કે જેને સાંભળી ચાહકોને ધ્રાસ્કો લાગી જતો હોય છે, હાલ એવી જ એક ખબરે ચાહકોના રૂંવાડા ઉભા કરી દીધા છે. બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી મહિમા ચૌધરી હાલ કેન્સરની બીમારીથી પીડાઈ રહી છે, પોતાની તકલીફને વ્યક્ત કરતો એક વીડિયો પણ મહિમાએ શેર કર્યો છે.

અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મહિમા ચૌધરી જણાવી રહી છે કે કેવી રીતે અનુપમ ખેરે તેને એક પ્રોજેક્ટ પર કામ કરવા માટે બોલાવી હતી. ત્યારબાદ તેણે અનુપમને તેની બીમારી વિશે જણાવ્યું. આ દરમિયાન મહિમા વાત કરતી વખતે ખૂબ જ ભાવુક દેખાતી હતી. અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં મહિમા શરૂઆતમાં હસતી જોવા મળી રહી છે. પરંતુ બાદમાં તે લાગણીશીલ બની જાય છે.

કેન્સરને કારણે તેના માથાના વાળ પણ ખરી ગયા છે. વીડિયોની શરૂઆતમાં મહિમા ચૌધરી કહી રહી છે કે જ્યારે અનુપમ ખેરે તેને તેના યુએસ નંબર પરથી ફોન કર્યો ત્યારે તે સમજી ગઈ કે આ એક અરજન્ટ કોલ હશે અને તેણે તે કોલ રિસીવ કરવો જોઈએ. તેણે આગળ કહ્યું કે જ્યારે અનુપમે તેને ફિલ્મ કરવા માટે કહ્યું ત્યારે તેણે કહ્યું કે તે ફિલ્મમાં કામ કરવા માંગે છે, પરંતુ શું અનુપમ તેની રાહ જોઈ શકશે?

મહિમા ચૌધરીએ વધુમાં કહ્યું કે જ્યારે તેણે અનુપમ ખેરને રાહ જોવાનું કહ્યું, તો અનુપમ ખેરે જવાબ આપતા કહ્યું, ‘ના, હું રાહ જોઈ શકતો નથી. તમે ક્યાં છો?’ ત્યારબાદ મહિમા ચૌધરીએ જણાવ્યું કે તેના વાળ ખરી ગયા છે અને ત્યારથી તેને વેબ સિરીઝ અને ફિલ્મો માટે કોલ આવી રહ્યા છે. આ કહેતાં મહિમા રડવા લાગે છે. જ્યારે અનુપમ ખેરે આનું કારણ પૂછ્યું તો મહિમાએ કહ્યું, ‘હું ઘરે નથી. અનુપમ ખેરે કહ્યું, ‘કેમ?’ ત્યારે મહિમાએ કહ્યું, ‘મારા વાળ ખરી રહ્યા છે. હું કેન્સર સામે લડી રહી છું. આ પછી અનુપમ ખેરે તેને સાંત્વના આપતા કહ્યું, ‘તમે ખૂબ જ હિંમતવાન છો.’ વીડિયોમાં મહિમા ચૌધરી અનુપમ ખેરને કહે છે, ‘જ્યારે તમારો ફોન આવ્યો, ત્યારે હું સમજી ગઈ કે કોઈ અર્જન્ટ કોલ હશે.’ ચાહકો પણ મહિમા જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

Niraj Patel