મહેશ સવાણી ફરી મહેકાવશે માનવતા: માતા પિતા વિહોણી 300 દીકરીઓના પાલક પિતા બની કરશે કન્યાદાન, સમુહલગ્નની તારીખ કરી જાહેર

સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ મહેશ સવાણી તેમના સેવાકીય કાર્યોના કારણે હંમેશા જાણીતા રહ્યા છે, અત્યાર સુધી તેમને માતા-પિતા વિહોણી ઘણી દીકરીઓના લગ્ન કરાવી તેમના પાલક પિતા બન્યા છે, તો કોરોના મહામારી દરમિયાન પણ તેમના સેવાકીય કાર્યોના પડઘા સાંભળવા મળ્યા છે.

હેવ આ વર્ષે પણ મહેશ સવાણી માતા-પિતા વિનાની 300 દીકરીઓના પાલક પિતા બનીને તેમના લગ્ન કરાવવા માટે જઈ રહ્યા છે. આ સમૂહ લગ્નોત્સવની તડામાર તૈયારીઓ પણ આરંભાઈ ચુકી છે.

આ બાબતે મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં મહેશભાઈએ જણાવ્યું હતું કે સુરતની અંદર ચૂંદડી મહિયરની અંતર્ગત આગામી ડિસેમ્બર 4 અને 5 તારીખે યોજાનારા છે. આ પ્રસંગે પિતા વિહોણી દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી મહેશભાઈ સ્વીકારી વિધવા બહેનોને તેમની જવાબદારીમાંથી મુક્ત કરશે એમ પણ તેમને જણાવ્યું હતું.

ચૂંદડી મહિયરની સમુહલગ્ન અંતર્ગત 300 દીકરીઓના લગ્ન યોજવામાં આવશે. જેની પહેલી મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગની અંદર દીકરીઓ હાજર રહી હતી અને પોતાના પિતાને યાદ કરી અને તે ભાવુક પણ બની હતી. આ દૃશ્યો પણ આંખો ભીની કરનારા હતા. ત્યારે મહેશભાઈએ તેમના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવી તેમના લગ્ન ખુબ જ સારી રીતે કરવાનું આયોજન પણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે મહેશભાઈ સવાણી છેલ્લા 11 વર્ષથી દીકરીઓના પ્લાક પિતા બની અને સમુહલગ્ન દ્વારા દીકરીઓના લગ્ન ખુબ જ ધામધૂમથી કરતા હોય છે. આ ઉપરાંત તેઓ લગ્નની અંદર દીકરીઓને કરિયાવરમાં પણ ઘણી બધી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપતા હોય છે. મહેશભાઈ કોઈપણ જાતના જ્ઞાતિ-જાતિ, ધર્મના ભેદભાવ રાખ્યા વગર દીકરીઓના લગ્ન કરાવે છે.

Niraj Patel