ત્રણ હજાર કરોડના માલિકે અપનાવી સંન્યાસી રાહ, કુંભમાં છવાયા બિઝનેસમેન બાબા- જુઓ વીડિયો
હવે કુંભમાં વાયરલ થયા બિઝનેસમેન બાબા, દાવો- 500-700 કરોડ તો સીઝ પડ્યા છે, અરબોનો બિઝનેસ છે…
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દરરોજ એક યા બીજા સાધુ કે બાબા હેડલાઇન્સમાં ચમકી રહ્યા છે. આ વખતે એક બાબા ખાસ ચર્ચામાં છે, જેમને લોકો “બિઝનેસમેન બાબા” કહી રહ્યા છે. આ બાબા સમાચારમાં છે કારણ કે તેમણે પોતાની ત્રણ હજાર કરોડની મિલકત અને વૈભવી જીવન છોડીને સંન્યાસનો માર્ગ અપનાવ્યો છે. મહાકુંભમાં, IIT બાબા, રુદ્રાક્ષ બાબા અને રાજદૂત બાબા જેવા ઘણા અનોખા સાધુઓ પહેલાથી જ લોકોનું ધ્યાન ખેંચી ચૂક્યા છે.
હવે બિઝનેસમેન બાબાએ પોતાની અનોખી સફરથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. પહેલા તેઓ એક મોટા ઉદ્યોગપતિ હતા અને વ્યાપાર જગતમાં તેમનું મોટું નામ હતું. તેમની પાસે મોંઘા ઘર, ગાડીઓ અને વૈભવી જીવનશૈલી હતી. પણ એક દિવસ અચાનક તેcણે બધું છોડીને સંત બનવાનું નક્કી કર્યું. બિઝનેસમેન બાબા કહે છે કે ભૌતિક સુખ-સુવિધાઓ તેને સાચી શાંતિ આપી રહી ન હતી. તેમણે જ્ઞાનની શોધમાં પોતાને સમર્પિત કરી દીધા. હવે બાબા સાધુઓની પરંપરા મુજબ મહાકુંભમાં ભગવા વસ્ત્રો પહેરેલા જોઈ શકાય છે. તેમની સાદગી અને ભક્તિ જોવા લાયક છે.
બાબાની આ અનોખી કહાની મહાકુંભમાં આવતા ભક્તોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. લોકો તેમની સાદગી અને બલિદાનથી ખૂબ પ્રભાવિત થઈ રહ્યા છે. મહાકુંભમાં તેમનું એક અલગ જ આકર્ષણ છે, જ્યાં લોકો તેમને મળવા અને તેમના અનુભવો સાંભળવા આવી રહ્યા છે. બાબા માને છે કે સાચું સુખ સંપત્તિમાં નહીં પણ ભગવાનની ભક્તિ અને ઉપાસનામાં રહેલું છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @daily_over_dose નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર ઘણી ટિપ્પણીઓ પણ આવી રહી છે.
એક વીડિયોમાં બિઝનેસમેન બાબા કહી રહ્યા છે કે, ‘મેં બિઝનેસ કર્યો છે, મેં હજારો કરોડનો બિઝનેસ કર્યો છે.’ રોજ 200-300 કરોડ રૂપિયાનો બિઝનેસ પણ કર્યો. રામ ભજન ગાવામાં મને જે ખુશી મળી તે સંપત્તિમાં નથી, મારું મન ગરીબી તરફ ઝુકાવ ધરાવે છે. મને ફકીર બનવાની મજા આવી રહી છે. આ સાથે ઘણા વીડિયોમાં તે અન્ય સંતોને ધાબળા અને શાલનું વિતરણ અને દાન કરતા જોવા મળે છે. આ સાથે એક વીડિયોમાં તે કહી રહ્યા છે કે ED પાસે હજુ પણ 500-700 કરોડ રૂપિયા જપ્ત છે. મને કોઈ લગાવ નથી. હમણાં જ એક વ્યક્તિ મને 10 રૂપિયા આપી રહ્યો હતો, તેથી મેં તે વ્યક્તિને કહ્યું કે હું પૈસા આપીને જ અહીં આવ્યો છું.’
View this post on Instagram