મોંઘવારીનો માર ! માર્ચના પહેલા જ દિવસે સવાર સવારમાં લાગ્યો ઝાટકો, મોંઘો થયો LPG સિલિન્ડર- જાણો નવી કિંમત

નવી મહિનાની આજથી શરૂઆત થઇ, પણ સવાર સવારમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ ઝટકો આપ્યો. કારણ કે આજથી LPG સિલિન્ડર અને જેટ ફ્યુલની કિંમતોમાં વધારો થયો છે. નવી કિંમતો આજથી જ લાગુ થઇ જશે. OMCs એ શુક્રવારે આની જાણકારી આપી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કિંમતો જારી કરતા જણાવ્યુ કે 19 કિલોગ્રામના કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ વધી ગયા છે.

આ અંતર્ગત 25.50 પ્રતિ સિલિન્ડર કિંમત વધી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં 14 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યા હતા અને જાન્યુઆરીમાં 1.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યા હતા. જો કે, ઘરેલું એલપીજી સિલિન્ડર એટલે કે ઘરેલું રસોઈ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની નવી કિંમત આજથી જ લાગૂ થઈ જશે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરને લઈને વધુ એક આંચકો લાગ્યો છે. ઓઈલ કંપનીઓએ પણ જેટ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. આ હેઠળ, કિંમતોમાં આશરે રૂ. 624.37 રૂપિયા/કિલોનો વધારો થયો છે.

Shah Jina