...
   

ગુજરાતમાં વધુ એક લવ જેહાદ: પાલીતાણામાં બે હિન્દૂ યુવતીઓને બીજા ધર્મના યુવક દ્વારા ભગાડી જતા લોકોમાં ભભૂકી ઉઠ્યો રોષ, આખું બજાર….

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં યુવક દ્વારા હિન્દૂ યુવતીને બહેલાવી ફોસલાવીને ભગાડી જવામાં આવે છે. ગુજરાતમાં લવ જેહાદને લઈને કાયદો પણ લાગુ કરી દેવામાં આવ્યો છે અને ઠેર ઠેર તેના કેસ પણ નોંધાઈ રહ્યા છે, ત્યારે હવે વધુ એક કિસ્સો પાલીતાણામાંથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણામાં છેલ્લા આઠ દિવસની અંદર જ બે હિન્દૂ યુવતીઓને યુવકો દ્વારા ભગાડી જવાના મામલામાં શહેરીજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો, જેના પગલે આ બાબતનો વિરોધ નોંધાવતા પાલીતાણા હિન્દૂ સંગઠનો દ્વારા બજારો સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા.

વેપારીઓ પણ આ બંધમાં જોડાયા હતા, સાથે જ આ મામલામાં હિન્દૂ સંગઠન દ્વારા રેલી યોજી અને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને હિન્દૂ સંગઠનના આગેવાનો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે કે જો આ મામલામાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.

આ મામલામાં પાલીતાણા પોલીસનું કહેવું છે કે આ મામલામાં જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે, બનાવ અંગેની તપાસ હાલ ચાલુ છે. લવ જેહાદની આ ઘટનાને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ મોટી સંખ્યામાં ભેગા થઇ અને સૂત્રોચ્ચાર કરી હિન્દુ સંગઠનો દ્વારા યુવકોની કરતૂતનો વિરોધ કરાયો હતો.

આ રેલીની અંદર વિવિધ જ્ઞાતિના આગેવાનો સાથે શહેરીજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, મામલાની ગંભીરતા જોતા પોલીસ રેલી વખતે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો. તો અધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રની અંદર યુવકો પાસેથી યુવતીને મુક્ત કરાવવા માટે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.

Niraj Patel